gu_tw/bible/names/johnthebaptist.md

4.5 KiB

યોહાન (બાપ્તિસ્ત)

સત્યો:

યોહાન ઝખાર્યા અને એલિસાબેતનો પુત્ર હતો. “યોહાન” સામાન્ય નામ હતું, જેથી બીજા યોહાન નામનાં માણસોથી તેને અલગ કરવા માટે મોટેભાગે તેને “યોહાન બાપ્તિસ્ત” કહેવામાં આવતો હતો, જેમ કે પ્રેરિત યોહાન.

  • યોહાન પ્રબોધક હતો કે જેને દેવે મસીહાને અનુસરવા અને તેનામાં વિશ્વાસ કરવા લોકોને તૈયાર કરવા મોકલ્યો હતો.
  • યોહાને લોકોને તેઓના પાપો કબૂલ કરવા, દેવની તરફ ફરવા અને પાપ કરવા બંધ કરવા કહ્યું, જેથી કે તેઓ મસીહને પ્રાપ્ત કરવા તૈયાર થઈ શકે.
  • યોહાને ચિહ્ન તરીકે ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું કે તેઓ તેમના પાપો માટે દુઃખી છે અને તેઓથી પસ્તાવો કરે (પાપથી દૂર રહે).
  • યોહાનને “યોહાન બાપ્તિસ્ત” કહેવામાં આવતો હતો કારણકે તેણે ઘણા લોકોને બાપ્તિસ્મા કર્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: બાપ્તિસમા આપવું, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __22:2__દૂતે ઝખાર્યાને કહ્યું, “તારી પત્ની ને પુત્ર થશે.

તું તેનું નામ યોહાન પાડશે તે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને તે લોકોને મસીહા માટે તૈયાર કરશે!”

  • __22:7__એલિસાબેતે તેના પુત્રને જન્મ આપ્યા પછી, દૂતે આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઝખાર્યા અને એલિસાબેતે બાળકનું નામ યોહાન પાડ્યું.
  • 24:1 ઝખાર્યા અને એલિસાબેતનો પુત્ર યોહાન, મોટો થયો અને પ્રબોધક બન્યો.

તે રાનમાં રહ્યો,રાણી મધ અને તીડો ખાતો હતો, અને ઊંટના વાળમાંથી બનાવેલા કપડાં પહેરતો હતો.

  • 24:2 _યોહાન_ને સાંભળવા ઘણા લોકો અરણ્યમાં બહાર આવ્યા.

તેણે તેઓને બોધ કર્યો, કહ્યું, પસ્તાવો કરો, કેમકે દેવનું રાજ્ય પાસે આવ્યું છે.

  • __24:6__બીજા દિવસે, ઈસુ યોહાનથી બાપ્તિસ્મા લેવા તેની પાસે આવ્યો.

જયારે યોહાને તેને જોયો, તેણે કહ્યું, “જુઓ! દેવનું હલવાન જે જગતના પાપને દૂર કરશે.”

શબ્દ માહિતી:

  • Strong's: G910 G2491