gu_tw/bible/names/persia.md

2.6 KiB

ઇરાન, ઈરાનીઓ, ફારસી

વ્યાખ્યા:

ઇરાન એક દેશ હતો કે જે ઇ.પૂ. 550માં મહાન કોરેશ રાજા દ્વારા સ્થાપિત એક શક્તિશાળી સામ્રાજ્ય પણ બન્યો. ઇરાન દેશ બાબિલ અને આશ્શૂરની દક્ષિણપૂર્વે એક પ્રદેશ કે જે વર્તમાનમાં ઇરાન દેશ છે તેમાં સ્થિત હતો.

  • ઇરાનના લોકોને “ઇરાનીઓ” કહેવામાં આવતા હતા.
  • કોરેશ રાજાના વટહુકમને કારણે યહૂદીઓને તેઓના બાબિલના બંદીવાસમાંથી મૂક્ત કરવામાં આવ્યા હતા અને તેઓને તેમના દેશમાં પાછા જવા અનુમતિ આપવામાં આવી હતી. ઇરાનના સામ્રાજ્ય તરફથી આપવામાં આવેલા નાણાં દ્વારા યરુશાલેમનું ભક્તિસ્થાન ફરીથી બાંધવામાં આવ્યું હતું.
  • જ્યારે એઝારા અને નહેમ્યા યરૂશાલેમનો કોટ બાંધવા યરૂશાલેમ પાછા ગયા ત્યારે, આહાશ્વેરોશ રાજા ઇરાનના સામ્રાજ્યનો શાસક હતો.
  • જ્યારે એસ્તરે આહાશ્વેરોશ રાજા સાથે લગ્ન કર્યા ત્યારે તે ઇરાનના સામ્રાજ્યની રાણી બની.

(આ પણ જૂઓ: આહાશ્વેરોશ, આર્તાહશાસ્તા, આશ્શૂર, બાબિલ, કોરેશ, એસ્તેર, એઝરા, નહેમ્યા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6539, H6540, H6542, H6543