gu_tw/bible/names/malachi.md

1.9 KiB

માલાખી

તથ્યો:

માલાખી ઈશ્વર દ્વારા યહૂદિયાના રાજ્યને મોકલાયેલો એક પ્રબોધક હતો. ઈસુના આ પૃથ્વી પર આવ્યાના 500 વર્ષ અગાઉ તે થઈ ગયો.

  • બાબિલના બંદીવાસમાંથી લોકોના પાછા આવ્યાં બાદ જ્યારે ભક્તિસ્થાન બાંધવામાં આવી રહ્યું હતું તે વખતે માલાખીએ પ્રબોધ કર્યો.
  • એઝરા અને નહેમ્યા પણ માલાખીના સમયમાં જ થઈ ગયા.
  • માલાખીનું પુસ્તક જૂના કરારનું અંતિમ પુસ્તક છે.
  • જૂના કરારના બીજા બધા પ્રબોધકોની જેમ, માલાખીએ લોકોને તેઓના પાપોનો પશ્ચાતાપ કરવા અને યહોવાની આરાધના કરવા પાછા ફરવા અરજ કરી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: બાબિલ, બંદી, એઝરા, યહૂદિયા, નહેમ્યા, પ્રબોધક, પશ્ચાતાપ કરવો, પાછા ફરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4401