gu_tw/bible/other/captive.md

4.3 KiB

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

  • મોટેભાગે બંદીવાનોને જે દેશે બંદી બનાવ્યા છે, તેમને માટે ત્યાં ફરજીયાત કામ કરવું પડતું હોય છે.
  • દાનિએલ અને નહેમ્યા ઈઝરાએલી બંદીવાનો હતા કે, જેઓએ બાબિલોનના રાજા માટે કામ કર્યું.
  • “બંદી બનાવી લેવા” બીજાને પકડી લેવા માટેની બીજી એક અભિવ્યક્તિ છે.
  • “બંદી બનાવી લઈ જવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તમને બંદીઓ તરીકે રહેવા બળજબરી કરવી” અથવા “તમને અન્ય દૂર દેશમાં કેદીઓ તરીકે લઈ જવા” એમ થઇ શકે છે.
  • રૂપકાત્મક ભાવમાં પાઉલ પ્રેરિત ખ્રિસ્તીઓને કહે છે કે, બધા જ વિચારને “વશમાં કરી લો” અને તેને ખ્રિસ્ત માટે આજ્ઞાકારી બનાવો.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને, “બંદી બનાવી લેવું” શબ્દનું ભાષાંતર, “સ્વતંત્ર રહેવા ન દેવા” અથવા “કેદમાં નાખવું” અથવા “વિદેશમાં રહેવાની ફરજ પાડવી” એમ કરી શકાય છે.

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

  • “બંદીવાનો” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓને પકડી જવામાં આવ્યા હતા” અથવા “ગુલામ લોકો” તરીકે પણ કરી શકાય છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, પકડી લઇ જવા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1123, H1473, H1540, H1546, H1547, H2925, H6808, H7617, H7622, H7628, H7633, H7686, H7870, G161, G162, G163, G164, G2221