gu_tw/bible/other/prison.md

3.5 KiB

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

  • જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયાલયમાં ન્યાય પામવા સુનવણીની રાહ જોતી હોય ત્યારે તેને જેલમાં રાખવામાં આવી શકે છે.
  • “જેલમાં પૂર્યું” શબ્દનો અર્થ “જેલમાં રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” થાય છે.
  • તેઓએ કઇંપણ ખોટું કર્યું ન હતું તો પણ ઘણા પ્રબોધકો તથા ઈશ્વરના સેવકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • “જેલ” માટે બીજો શબ્દ “કેદ” છે.
  • જ્યારે જેલ જમીનની નીચે કે મહેલ કે મકાનની નીચેના ભાગમાં હોય તે સંદર્ભમાં, આ શબ્દનો અનુવાદ “અંધારકોટડી” અથવા તો “ભોંયરામાનું કેદખાનું” તરીકે કરી શકાય.
  • “કેદીઓ” શબ્દ સામાન્ય અર્થમાં એવા લોકોનો ઉલ્લેખ પણ કરી શકે કે જેઓને શત્રુઓએ પકડ્યા છે અને તેઓની ઇચ્છા વિરુદ્ધ બંધનમાં રાખ્યાં છે.

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

  • “જેલમાં પૂર્યું” નો બીજો અનુવાદ “કેદી તરીકે રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” અથવા તો “બંધનમાં જકડ્યું” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H612, H613, H615, H616, H631, H1004, H1540, H3608, H3628, H3947, H4115, H4307, H4455, H4525, H4929, H5470, H6115, H6495, H7617, H7622, H7628, G1198, G1199, G1200, G1201, G1202, G1210, G2252, G3612, G4788, G4869, G5084, G5438, G5439