gu_tw/bible/names/silas.md

4.5 KiB

સિલાસ, સિલ્વાનુસ

તથ્યો:

સિલાસ યરૂશાલેમમાં વિશ્વાસીઓ મધ્યેનો આગેવાન હતો.

  • યરૂશાલેમના મંડળીના વડીલોએ અંત્યોખ શહેરમા પત્ર લઈ સિલાસને પાઉલ તથા બાર્નાબાસ સાથે જવા માટે નિમ્યો હતો.
  • સિલાસે પછીથી લોકોને ઈસુ વિષે શીખવવા માટે પાઉલ સાથે બીજા શહેરોની મુસાફરી કરી.
  • ફિલિપ્પી શહેરમાં પાઉલ અને સિલાસને કેદખાનામાં નાંખવામાં આવ્યાં હતા.

જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે તેઓ ઈશ્વરની સ્તુતિ કરતાં હતા અને ઈશ્વરે તેઓને કેદખાનામાંથી છોડાવ્યા હતાં. તેઓની સાક્ષીના પરિણામે દરોગો ખ્રિસ્તી વ્યક્તિ બન્યો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: અંત્યોખ, બાર્નાબાસ, યરૂશાલેમ, પાઉલ, ફિલિપ્પી, જેલ, સાક્ષી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 47:1 એક દિવસ, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુ વિશેનો શુભ સંદેશ પ્રગટ કરવાને માટે ફિલિપ્પી શહેરમાં ગયા.
  • 47:2 તેણી (લૂદિયા)એ આમંત્રણ આપ્યું પાઉલ અને સિલાસને તેના ઘરમાં રહેવાને માટે, તેથી તેઓ તેણી અને તેણીના કુટુંબ સાથે રહ્યા.
  • 47:3 પાઉલ અને સિલાસ વારંવાર લોકો સાથે પ્રાર્થનાના સ્થળે મળતા હતા.
  • 47:7 તેથી ગુલામ છોકરીનો માલિક પાઉલ અને સિલાસને રોમન અધિકારી પાસે લઇ ગયો, જેઓએ તેમને માર્યા અને તેમને કેદખાનામાં નાંખી દીધા.,
  • 47:8 તેઓએ મુક્યા પાઉલ અને સિલાસને કેદખાનાના અતિ સુરક્ષિત ભાગમાં અને તેઓના પગ પણ બંધી દીધા.
  • 47:11 દરોગો ધ્રુજ્યો જ્યારે તે પાસે આવ્યો પાઉલ અને સિલાસની અને પૂછ્યું કે, “તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?”
  • 47:13 બીજા દિવસે શહેરના આગેવાનોએ છોડી મુક્યા પાઉલ અને સિલાસને કેદખાનામાંથી અને તેઓને ફિલિપ્પી છોડી ચાલ્યા જવા કહ્યું.

પાઉલ અને સિલાસ લૂદિયા અને બીજા મિત્રોને મળ્યા અને પછી શહેરને છોડ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: G4609, G4610