gu_tw/bible/names/barnabas.md

3.6 KiB

બાર્નાબાસ

સત્યો:

બાર્નાબાસ એ પ્રથમ ખ્રિસ્તીઓમાંનો એક હતો કે જે પ્રેરિતોના સમયમાં જીવ્યો હતો. બાર્નાબાસ ઈઝરાએલીઓના લેવી કુળમાંથી હતો અને સાઈપ્રસ ટાપુમાંથી આવતો હતો.

  • જયારે શાઉલ (પાઉલ) ખ્રિસ્તી બન્યો, ત્યારે બાર્નાબસે બીજા વિશ્વાસીઓને તેને (પાઉલને) વિશ્વાસી સાથી તરીકે સ્વીકારવા વિનંતી કરી.
  • બાર્નાબાસ અને પાઉલે ઈસુ વિશે સુવાર્તા પ્રચાર કરવા જુદા જુદા શહેરોમાં એક સાથે મુસાફરી કરી.
  • તેનું નામ યુસફ હતું, પણ તે “બાર્નાબાસ” કહેવાયો, એટલે કે “સુબોધનો દીકરો.”

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ખ્રિસ્તી, સાઈપ્રસ, સુવાર્તા, લેવી, પાઉલ)

બાઈબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 46:8 પછી બાર્નાબાસ નામનો વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ ગયો અને તેઓને કહ્યું કે કેવી રીતે શાઉલે હિંમતભેર દમસ્ક માં ઉપદેશ કર્યો.
  • 46:9 બાર્નાબાસ અને શાઉલે, આ નવા વિશ્વાસીઓને ઈસુ વિશે વધારે શીખવવા અને મંડળીને દૃઢ કરવા તેમની પાસે ગયા. હું
  • 46:10 એક દિવસ, જયારે અંત્યોખમાંના ખ્રિસ્તીઓ ઉપવાસ અને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે પવિત્રઆત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને જે કામ માટે મેં બોલાવ્યા છે, તે કામ માટે અલગ કરો.” જેથી અંત્યોખની મંડળીએ બાર્નાબાસ અને શાઉલ માટે પ્રાર્થના કરી અને તેઓના હાથ તેઓ પર મૂક્યા.

શબ્દ માહિતી:

  • Strong's: G921