gu_tw/bible/kt/christian.md

5.5 KiB

ખ્રિસ્તી

વ્યાખ્યા:

ઈસુ સ્વર્ગમાં પાછા ગયા તેના થોડા સમય પછી, લોકોએ “ખ્રિસ્તી” નામ પાડ્યું કે, જેનો અર્થ કે જેઓ “ખ્રિસ્તના અનુયાયી” છે.

  • અંત્યોખ શહેરમાં ઈસુના અનુયાયીઓ પ્રથમ “ખ્રિસ્તી” કહેવાયા.
  • ખ્રિસ્તી એ એવી વ્યક્તિ છે કે જે ઈસુ દેવનો પુત્ર છે એમ માને છે, અને તે ઈસુ પર વિશ્વાસ કરે છે કે તે તેમને તેના પાપોથી બચાવે છે.
  • આપણા આધુનિક સમયમાં મોટેભાગે “ખ્રિસ્તી” શબ્દનો ઉપયોગ કોઈક કે જે ખ્રિસ્તી ધર્મથી ઓળખાય છે, પણ તે ઈસુને ખરેખર અનુસરતો નથી.

બાઈબલમાં તેનો અર્થ “ખ્રિસ્તી” નથી.

  • કારણકે બાઈબલમાં “ખ્રિસ્તી” શબ્દ હંમેશા તેને દર્શાવે છે કે જે ખરેખર ઈસુમાં માને છે, અને તે ખ્રિસ્તી વ્યક્તિ “વિશ્વાસી” તરીકે પણ ઓળખાય છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર “ખ્રિસ્ત-અનુયાયી” અથવા “ખ્રિસ્તના અનુયાયી” અથવા કદાચ તે કાંઇક “ખ્રિસ્ત-જેવી વ્યક્તિ” એમ થઇ શકે છે.
  • ધ્યાન રાખો કે શિષ્ય અથવા પ્રેરિત માટે જે શબ્દ વપરાયો છે, તેના કરતાં આ શબ્દનું ભાષાંતર અલગ રીતે થવું જોઈએ.
  • આ શબ્દનું ભાષાંતર કરતાં સાવચેતી રાખો કે આ શબ્દ ફક્ત ચોક્કસ જૂથો ને નહીં, પણ જેઓ દરેક ઈસુમાં માને છે તેઓ માટે દર્શાવી શકાય.
  • તે પણ ધ્યાનમાં રાખો કે આ શબ્દનું ભાષાંતર, બાઈબલ ભાષાંતરની સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અંત્યોખ, ખ્રિસ્ત, મંડળી, શિષ્ય, માનવું, ઈસુ, દેવનો પુત્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 46:9 અંત્યોખમાં ઈસુને માનનારા પ્રથમવાર ખ્રિસ્તી કહેવાયા.
  • 47:14 પાઉલ અને અન્ય ખ્રિસ્તી આગેવાનોએ ઘણા શહેરોમાં મુસાફરી કરી અને તેઓએ લોકોને ઈસુ વિશેની સુવાર્તા અને શિક્ષણ આપ્યું.
  • 49:15 ઈસુએ તમારા માટે જે કર્યું છે તેમાં તમે માનો છો તો તમે ખ્રિસ્તી છો!
  • 49:16 જો તમે ખ્રિસ્તી છો તો ઈસુએ જે કર્યું છે, તે દ્વારા દેવે તમારા પાપો માફ કર્યા છે.
  • 49:17 તમે ખ્રિસ્તી છો છતાં પણ તમારું પાપથી પરીક્ષણ થઈ શકે છે.
  • 50:3 સ્વર્ગમાં પાછા જતાં પહેલા, ઈસુએ ખ્રિસ્તીઓને કહ્યું કે જે લોકોએ સુવાર્તા કદી સાંભળી નથી તેઓની આગળ જઈ તેનો પ્રચાર કરો.
  • 50:11 જયારે ઈસુ પાછો આવે છે, ત્યારે દરેક ખ્રિસ્તી કે જે મરી ગયો છે તે મરણમાંથી ઉઠશે અને તેને આકાશમાં મળશે.

શબ્દ માહિતી:

  • Strong's: G5546