gu_tw/bible/names/antioch.md

2.9 KiB

અંત્યોખ

સત્યો:

નાવાકરારમાં અંત્યોખ નામનાં બે શહેરો હતા. એક અરામમાં હતું જે ભૂમધ્ય સમુદ્રના કિનારા નજીક આવેલું હતું. તેમાંનું બીજું પીસિદીયાના રોમન પ્રાંતમાં, કલોસ્સી શહેરની નજીક આવેલું હતું. અરામમાંની અંત્યોખની આ પ્રથમ મંડળી હતી કે જ્યાં ઈસુ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ ખ્રિસ્તી કહેવાયા. આ મંડળી વિદેશીઓ મધ્યે મિશનરી મોકવામાં સક્રિય હતી. અરામમાંની આ અંત્યોખની મંડળીને પ્રેરિતો દ્વારા યરુશાલેમથી પત્રો મોકવામાં આવ્યા હતા કે તેમણે ખ્રિસ્તી રીતે રહેવા કોઈપણ પ્રકારના યહૂદી નિયમો રાખવાની જરૂર નથી. પાઉલ, બાર્નાબાસ, અને માર્ક યોહાને સુવાર્તાપ્રચાર કાર્ય માટે અંત્યોખમાંના પીસિદીયાથી મુસાફરી કરી. બીજા શહેરોમાંથી થોડા યહૂદીઓએ ત્યાં આવી, ઉશ્કેરણી કરીને પાઉલને મારી નાખવા કોશિશ કરી. પણ ત્યાંના ઘણા બધા લોકો, ગ્રીક અને યહૂદી બન્નેએ, તે શિક્ષણ સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ :બાર્નાબાસ, કલોસ્સી, યોહાન માર્ક, પાઉલ, પ્રાંત, રોમ, અરામ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: G491