gu_tw/bible/names/colossae.md

2.4 KiB

કલોસ્સા, ક્લોસ્સીઓ

સત્યો:

નવા કરારના સમયોમાં, કલોસ્સા એ રોમન પ્રાંતમાંના ફ્રૂગિયામાં આવેલું હતું, હાલમાં આ વિસ્તાર તુર્કસ્તાનની નૈઋત્યમાં (દક્ષિણપશ્ચિમ) આવેલું છે.

કલોસ્સી લોકો કે જેઓ કલોસ્સામાં રહેતા હતાં.

  • ભૂમધ્ય સમુદ્રથી લગભગ 100 માઈલ આંતરદેશીય સ્થિત, કલોસ્સા એ એફેસસ શહેર અને યુફ્રેતીસ નદીની વચ્ચે મહત્વનો વેપાર માર્ગ હતો.
  • જયારે પાઉલ રોમમાં કેદ હતો, ત્યારે તેણે કલોસ્સાના વિશ્વાસીઓમાં રહેલા જુઠા શિક્ષણને સુધારવા “કલોસ્સીઓને” પત્ર લખ્યો.
  • જયારે તેણે આ પત્ર લખ્યો, તે સમયમાં પાઉલે કલોસ્સાની મંડળીની મુલાકાત લીધી નહોતી, પણ તેનો સાથીદાર એપાફ્રાસ પાસેથી તેણે ત્યાંના વિશ્વાસીઓ વિશે સાભળ્યું હતું.
  • એપાફ્રાસ કદાચ ખ્રિસ્તી કાર્યકર હતો કે, જેણે કલોસ્સામાં મંડળી ચાલુ કરી હતી.
  • ફિલેમોનનું પુસ્તક જે પાઉલે ક્લોસ્સાના દાસના માલિકને સંબોધીને લખ્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: એફેસસ, પાઉલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2857, G2858