gu_tw/bible/names/ephesus.md

2.2 KiB

એફેસસ, એફેસી, એફેસીઓ

સત્યો:

એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

  • શરૂઆતના ખ્રિસ્તીઓના સમય દરમ્યાન, એફેસસ એ આશિયાનું પાટનગર હતું, કે જે તે સમયે નાનો રોમન પ્રાંત હતો.
  • આ સ્થાનને કારણે, આ શહેર વેપાર અને યાત્રા માટે અગત્યનું કેન્દ્ર હતું.
  • એફેસસમાં આર્તીમીસ (ડાયના) દેવીની પૂજા માટેનું ખૂબજ જાણીતું એક મંદિર આવેલું હતું.
  • પાઉલ એફેસસમાં બે કરતાં પણ વધારે વર્ષ રહ્યો અને કામ કર્યું, પછી ત્યાંના નવા વિશ્વાસીઓને દોરવણી આપવા તેણે તિમોથીની નિમણૂક કરી.
  • નવા કરારનું એફેસીઓનું પુસ્તકનો જે પત્ર છે, તે પાઉલે એફેસસના વિશ્વાસીઓને લખ્યો હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2179, G2180, G2181