gu_tw/bible/kt/goodnews.md

6.2 KiB

સારા સમાચારો, સુવાર્તા

વ્યાખ્યા:

“સુવાર્તા” શબ્દનો શાબ્દિક અર્થ, “સારા સમાચાર” અને સંદેશ અથવા જાહેરાત થાય છે, જેનાથી જે લોકોને જે કંઈક કહે છે તેનાથી તેઓને લાભ થાય છે અને પ્રસન્ન કરે છે.

  • બાઈબલમાં, સામાન્ય રીતે આ શબ્દ ઈસુના વધસ્તંભ ઉપરના બલિદાન દ્વારા લોકો માટે ઈશ્વરની મુક્તિ વિશેનો જે સંદેશ છે તેને દર્શાવે છે.
  • લગભગ બધા અંગ્રેજી બાઈબલોમાં, “શુભ સમાચાર”ને “સુવાર્તા’ તરીકે ભાષાંતર કર્યું છે, અને શબ્દસમૂહોમાં જેવા કે, “ઈસુ ખ્રિસ્તની સુવાર્તા,” “દેવનીસુવાર્તા” અને “રાજ્યની સુવાર્તા” (શબ્દસમૂહો) પણ વાપરવામાં આવ્યા છે.

ભાષાંતરના સૂચનો:

  • વિવિધ રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “સારો સંદેશ” અથવા “સારી જાહેરાત” અથવા “દેવનો તારણનો સંદેશ” અથવા “ઈસુ વિશે દેવ સારી બાબતો શીખવે છે” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “સુવાર્તાનું” શબ્દસમૂહના ભાષાંતરમાં, “સુવાર્તા/ (તેના વિશે) સંદેશ” અથવા “(તેના) તરફથી સારો સંદેશ” અથવા “સારી બાબતો વિશે દેવ આપણને કહે છે” અથવા “દેવ જણાવે છે કે કેવી રીતે લોકોને બચાવે છે” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: રાજ્ય, બલિદાન, બચાવવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 23:6 દૂતે કહ્યું, “ભયભીત ન થા, કારણકે તારા માટે મારી પાસે સારા (આનંદના) સમાચાર છે. મસીહા, સ્વામી, બેથલેહેમમાં જન્મ્યો છે!”
  • 26:3 ઈસુએ વાંચ્યું, “દેવે તેનો આત્મા મને આપ્યો છે, જેથી હું દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરી શકું, બંદીવાનોને છૂટકારો, અંધજનોને દૃષ્ટિ પામવાનું, અને કચડાયેલાને છોડાવી શકું. આ વર્ષ પ્રભુની કૃપા છે.”
  • 45:10 ફિલિપે તેને ઈસુની સુવાર્તા જણાવવા અન્ય ધર્મશાસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો.
  • 46:10 પછી તેઓએ ઈસુ વિશેની સુવાર્તા પ્રચાર કરવા તેઓને ઘણી અન્ય જગાઓમાં મોકલી દીધા.
  • 47:1 એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરવા ફિલિપ્પી શહેરમાં ગયા.
  • 47:13 ઈસુ વિશેની સુવાર્તા પ્રસરતી ગઈ અને મંડળી વધતી ગઈ.
  • 50:1 લગભગ 2,000 વર્ષોથી, દુનિયાની આસપાસ વધુ અને વધુ લોકો ઈસુ મસીહા વિશેની સુવાર્તા સાંભળી રહ્યા છે.
  • 50:2 જયારે ઈસુ જગત પર જીવતો હતો ત્યારે તેણે કહ્યું, “મારા શિષ્યો જગતમાં બધેજ મારા રાજ્ય વિશેની સુવાર્તા લોકોને પ્રચાર કરશે, અને ત્યાર પછી (દુનિયાનો) અંત આવશે.
  • 50:3 તેના સ્વર્ગમાં પાછા ગયા અગાઉ, ઈસુએ જેઓએ કદી સુવાર્તા સાંભળી નથી, તે લોકોને સુવાર્તા પ્રચાર કરવા ખ્રિસ્તીઓને જણાવ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: G2097, G2098, G4283