gu_tw/bible/kt/testimony.md

11 KiB

જુબાની, પુરાવા, સાક્ષી, સાક્ષીઓ, સાક્ષી, સાક્ષી,

વ્યાખ્યા:

જ્યારે કોઈ વ્યક્તિ " સાક્ષી " આપે છે ત્યારે તેજે કંઈ જાણે છે તે અંગે નિવેદન કરે છે, અને દાવો કરે છે કે નિવેદન સાચું છે. " પુરાવો આપવો" એ " સાક્ષી" આપવી છે.

  • ઘણીવાર કોઈ વ્યક્તિએ પ્રત્યક્ષ જે અનુભવ કર્યો હોય તે કોઈ બાબત વિશે " પુરાવો આપે છે"
  • જે સાક્ષી "જૂઠ્ઠી સાક્ષી" આપે છે તે જે બન્યું હોય તે વિશે કશું જ સત્ય જણાવતો નથી.
  • કેટલીકવાર "શાહેદી” શબ્દ એ પ્રબોધક જે ભવિષ્યવાણીને વર્ણવે છે જણાવે છે.
  • નવા કરારમાં, આ શબ્દનો વારંવાર ઉપયોગ ઈસુના અનુયાયીઓએ ઈસુના જીવન, મૃત્યુ અને પુનરુત્થાનની ઘટનાઓ વિશે કેવી રીતે સાક્ષી આપી હતી એ કરવા માટે થયો હતો. "સાક્ષી" શબ્દ એવા વ્યક્તિના માટે ઉલ્લેખ થાય છે કે જેને જે કંઈ બન્યું છે તેનો વ્યક્તિગત અનુભવ થયો હોય. સામાન્ય રીતે સાક્ષી એ એવી વ્યક્તિ છે જે તેઓ જે જાણતા હોય તે સાચુ છે વિશે સાક્ષી આપે છે. " પ્રત્યક્ષ પુરાવો આપનાર" શબ્દ વ્યક્તિ ખરેખર ત્યાં હતો અને જે બન્યું હતું તે તેણે જોયું હતું તેના પર ભાર મૂકે છે. કોઇ વિષે “ સાક્ષી આપવી” નો અર્થ તે બન્યું છે તે જોવું એવો થાયછે
  • તપાસ વખતે સાક્ષી "સાક્ષી આપે છે" અથવા "સાક્ષી બને છે." "જુબાની આપવી."નો અર્થ એવો જ છે.

સાક્ષીઓ પાસે તેઓએ જે જોયું કે સાંભળ્યું છે તે વિષે સત્ય કહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. સાક્ષી જે બન્યું છે તે વિષે સત્ય કહેતો નથી તેને “જૂઠ્ઠો સાક્ષી” કહેવાય છે તેને "જૂઠ્ઠી સાક્ષી આપવી" અથવા "ખોટા સાક્ષી બનવું" કહેવામાં આવે છે.

  • “ની વચ્ચેસાક્ષી હોવું" શબ્દની અભિવ્યક્તિનો અર્થ એ થાય કે કોઇ વસ્તુ કે કોઈ વ્યક્તિ પુરાવા તરીકે હશે કે જેની સાથે કરાર કરવામાં આવ્યો છે. સાક્ષી એ ખાતરી કરશે કે દરેક વ્યક્તિ જે કરવાનું વચન આપે છે તે પ્રમાણે તે કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “સાક્ષી આપવી" અથવા "પુરાવો આપવો" શબ્દનો અનુવાદ "હકીકતો જણાવવી" અથવા " જે સાંભળ્યું કે જોયું હતું તે કહેવું " અથવા "વ્યક્તિગત અનુભવમાંથી જણાવવું" અથવા "પુરાવો આપવો" અથવા "શું બન્યું તે જણાવવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "જુબાની" નો બીજી રીતે અનુવાદ, "શું બન્યું તેની જાણ કરવી" અથવા "સાચું છે તે નિવેદન કરવું" અથવા "પુરાવો" અથવા " કહેવામાં આવ્યું છે તે" અથવા "ભવિષ્યવાણી" નો સમાવેશ થાય છે.
  • શબ્દસમૂહ, "તેમને માટે એક સાક્ષી તરીકે" અનુવાદ કરી શકે છે, જેમ કે "તેમને શું સાચું છે તે બતાવવું " અથવા " શું સાચું છે તે તેમને સાબિત કરવું."
  • , "તેમની વિરુદ્ધ જુબાની તરીકે" તરીકે અનુવાદ કરી શકાય છે, "જે તેમને તેમના પાપ બતાવશે" અથવા "તેમના પાખંડને ખુલ્લું પાડવું" અથવા "જે સાબિત થશે કે તેઓ ખોટા છે."

"* ખોટી સાક્ષી આપવી" નો અનુવાદ "વિશે ખોટી બાબતો કહેવી" અથવા " જે બાબતો સાચી નથી"તે જણાવવી” તરીકે કરી શકાય છે.

  • સાક્ષી" અથવા "શાહેદી" શબ્દનો કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે અનુવાદ થઈ શકે છે જેનો અર્થ થાય છે "વ્યક્તિ તે જુએ"છે અથવા " જેણે તેને તે બનતાં જોયું" અથવા "જે લોકોએ(તે બાબતો) બનતાં જોઇ અને સાંભળી
  • જે કોઈ "સાક્ષી" નો અનુવાદ "ખાતરી" અથવા "અમારા વચનનું ચિન્હ" અથવા " આ સાચું છે એવું પ્રમાણિત કરે છે."
  • “તમે મારા સાક્ષી થશો"નું ભાષાંતર"તમે અન્ય લોકોને મારા વિશે કહેશો" અથવા " જે સત્ય મેં તમને શીખવ્યું તે તમે લોકોને શીખવતા જશો “ અથવા "તમે જે મને કરતાં જોયો છે અને મને શીખવતાંસાંભળ્યો છે તે લોકોને જણાવશો” એમ કરી શકાય છે.
  • “ના કાયદેસર સાક્ષી બનવું”નું ભાષાંતર "જે જોયુ છે તે જણાવવું" અથવા "પુરાવો આપવો" અથવા "જે થયું તે જણાવવું" થાય છે.
  • કોઈ માટે “સાક્ષી" થવું તેનું "કંઈક જોવું" અથવા " જે કંઈ થાય છે તે અનુભવવું" એમ ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: [કરારકોશ[અપરાધ, ન્યાયાધીશ, [પ્રબોધક, જુબાની, સાચુ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 39:2, યહૂદી આગેવાનોએ ઈસુની તપાસ ઘરની અંદર કરી. તેઓ ઘણા જૂઠા સાક્ષીઓ લાવ્યા જેઓ તેના વિશે જૂઠું બોલ્યા.
  • 39:4 પ્રમુખ યાજકે તેનાં કપડાં ગુસ્સામાં ફાડી નાખ્યાં અને બૂમ પાડી, "આપણને બીજા કોઈ સાક્ષીઓની જરૂર નથી. તમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે તે દેવનો દીકરો છે. તમારો ચુકાદો શું છે? "
  • 42:8" શાસ્ત્રોમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે મારા શિષ્યો પ્રગટ કરશે કે દરેકે પસ્તાવો કરવો જોઈએ જેથી તેઓના પાપોની માફી પ્રાપ્ત થાય. તેઓ યરૂશાલેમમાંથી શરૂ કરશે, અને ત્યારબાદ લોકજૂથોમાં સર્વત્ર જશે. તમે આ બાબતોના સાક્ષીઓ છો.“
  • 43:7 " ઈશ્વરે ઈસુને ઉઠાડયા છે એ હકીકતના અમે સાક્ષી છીએ."

શબ્દ માહિતી:

  • Strong's: H5707, H5713, H5715, H5749, H6030, H8584, G267, G1263, G1957, G2649, G3140, G3141, G3142, G3143, G3144, G4303, G4828, G4901, G5575, G5576, G5577, G6020