gu_tw/bible/names/hittite.md

2.7 KiB

હિત્તી, હિત્તીઓ

વ્યાખ્યા:

હિત્તીઓ હામના તેના પુત્ર કનાનથી થયેલા વંશજો હતા. તેઓ એક મોટું સામ્રાજ્ય બન્યું, જે હાલના સમયનું તુર્કસ્તાન અને ઉત્તર પેલેસ્ટાઈનમાં આવેલું છે.

  • ઈબ્રાહિમે એફ્રોન હિત્તી પાસેથી મિલકતનો ભાગ ખરીદ્યો, જેથી તે તેની મરેલી પત્ની સારા ને ત્યાંની ગુફામાં દાટે.

છેવટે ઈબ્રાહિમ અને તેના અન્ય વંશજોને પણ તે ગુફામાં દફનાવવામાં આવ્યા હતા.

  • જયારે એસાવ હિત્તી સ્ત્રીને પરણ્યો ત્યારે તેના માતા પિતા ઉદાસ થયા હતા.
  • દાઉદના શક્તિશાળી માણસોમાંના એકનું નામ ઊરિયા હિત્તી હતું.
  • કેટલીક પરદેશી સ્ત્રીઓ કે જેની સાથે સુલેમાને લગ્ન કર્યા તેઓ હિત્તીઓ હતી.

આ પરદેશી સ્ત્રીઓએ સુલેમાંનના હ્રદયને દેવથી દૂર ફેરવી નાખ્યું, કારણકે તેઓ જૂઠા દેવોની પૂજા કરતી હતી.

  • ઘણીવાર હિત્તીઓ ઈઝરાએલીઓને માટે શારીરિક અને આત્મિક બંને રીતે અનિષ્ટ (ધમકી આપનારા) બન્યા હતા.

(આ પણ જુઓ: વંશજ, એસાવ, પરદેશી, હામ, શક્તિશાળી, સુલેમાન, ઊરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2850