gu_tw/bible/names/esau.md

3.9 KiB

એસાવ

સત્યો:

એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો. તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું. યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.

  • એસાવે તેના એક વાટકી ભોજન માટે પોતાનું જ્યેષ્ઠપણું તેના ભાઈ યાકૂબને વેચી દીધું.
  • એસાવ પ્રથમ જન્મ્યો હતો તેથી તેના પિતા ઈસહાક તેને ખાસ આશીર્વાદ આપવાનું ઈચ્છા રાખતા હતા.

પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને મળે માટે ઈસહાક સાથે બનાવટ કરી. એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો કે તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.

  • એસાવને ઘણા બાળકો અને પૌત્રો પૌત્રીઓ હતા, અને આ વંશજોએ કનાનની ભૂમિમાં વસવાટ કરી, એક લોકોના મોટા જૂથની રચના કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અદોમ, ઈસહાક, યાકૂબ, રિબકા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 6:7 જયારે રિબકાને બાળકો જન્મ્યા, ત્યારે મોટો દીકરો લાલ અને રુવાંટીવાળો બહાર આવ્યો, અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું.
  • 7:2 જેથી એસાવે તેના પ્રથમ દીકરા તરીકેના અધિકારો યાકૂબને આપી દીધા.
  • 7:4 જયારે ઈસહાકને બકરીના વાળ લાગ્યા અને કપડાંને સુંઘ્યા, ત્યારે તેને વિચાર્યું કે તે_ એસાવ_ હતો અને તેને આશીર્વાદ આપ્યો
  • 7:5 એસાવે યાકૂબની નફરત કરી કારણકે યાકૂબે પ્રથમ દીકરા તરીકેનો તેનો અધિકાર અને તેનો આશીર્વાદ પણ ચોરી લીધા હતા.
  • 7:10 પણ એસાવે પહેલેથી જ યાકૂબને માફ કરી દીધો હતો, અને તેઓ ફરીથી એકબીજાને જોઈ ખુશ હતા.

શબ્દ માહિતી:

  • Strong's: H6215, G2269