gu_tw/bible/names/isaac.md

5.3 KiB

ઈસહાક

સત્યો:

ઈસહાક એ ઈબ્રાહિમ અને સારાનો એકનો એક દીકરો હતો. તેઓ ખૂબ જ વૃદ્ધ હતા છતાં પણ દેવે તેઓને પુત્ર આપવાનું વચન આપ્યું હતું.

  • “ઈસહાક” શબ્દનો અર્થ “તે હસે છે.”

જયારે દેવે ઈબ્રાહિમને કહ્યું કે સારા પુત્રને જન્મ દેશે, ત્યારે ઈબ્રાહિમ હસ્યો કારણકે તેઓ બંને ખૂબ જ વૃદ્ધ હતાં. કેટલાક સમય પછી, જયારે સારા એ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ હસી.

  • પણ દેવે તેનું વચન પૂર્ણ કર્યું, અને ઈબ્રાહિમ અને સારાએ તેઓના ઘડપણમાં ઈસહાકને જન્મ આપ્યો હતો.
  • દેવે ઈબ્રાહિમને કહ્યું કે તેણે ઈબ્રાહિમ સાથે જે કરાર કર્યો હતો, તે ઈસહાક અને તેના વંશજો માટે પણ સદાકાળ રહેશે.
  • જયારે ઈસહાક યુવક હતો ત્યારે દેવે તેનું બલિદાન આપવાનો આદેશ આપી તેણે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી.
  • ઈસહાકના દીકરા યાકૂબને બાર પુત્રો હતા, પાછળથી તેઓના વંશજો ઈઝરાએલ દેશના બાર કુળો બન્યાં.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, વંશજ, અનંતકાળ, પૂર્ણ થવું/કરવું, યાકૂબ, સારાહ, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 5:4 “તારી પત્ની, સારાઈને, દીકરો થશે—તે વચનનો દીકરો હશે.

તેનું નામ ઈસહાક રાખજે.

  • 5:6 જયારે ઈસહાક જુવાન માણસ હતો ત્યારે દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરીને કહ્યું, “તારા એકના એક દીકરા ઈસહાક ને લે, અને તેને મારીને મારે માટે બલિદાન કર.”
  • 5:9 દેવે બલિદાન માટે ઈસહાક ને બદલે ઘેટો પૂરો પાડ્યો.
  • 6:1 જયારે ઈબ્રાહિમ ખૂબજ વૃદ્ધ થયો હતો અને તેનો દીકરો ઈસહાક પુખ્ત વયનો માણસ થયો, ત્યારે ઈબ્રાહિમે તેના ચાકરોમાંના એકને જ્યાં તેના સંબંધીઓ રહેતા હતા તે ભૂમિમાં તેના દીકરા ઈસહાક માટે પત્ની શોધવા મોકલ્યો.
  • 6:5 ઈસહાકે રિબકા માટે પ્રાર્થના કરી, અને દેવે તેણીને જોડિયા બાળકો સાથે સગર્ભા થવાની શક્યતા પૂરી પાડી.
  • 7:10 પછી ઈસહાક મૃત્યુ પામ્યો, અને યાકૂબ અને એસાવે તેને દફનાવ્યો.

દેવે ઈબ્રાહિમ અને પછી ઈસહાક ને જે કરારના વચનો આપ્યા હતા, તે હવે યાકૂબ પર પસાર કરવામાં આવ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H3327, H3446, G2464