gu_tw/bible/names/isaac.md

51 lines
5.3 KiB
Markdown

# ઈસહાક
## સત્યો:
ઈસહાક એ ઈબ્રાહિમ અને સારાનો એકનો એક દીકરો હતો.
તેઓ ખૂબ જ વૃદ્ધ હતા છતાં પણ દેવે તેઓને પુત્ર આપવાનું વચન આપ્યું હતું.
* “ઈસહાક” શબ્દનો અર્થ “તે હસે છે.”
જયારે દેવે ઈબ્રાહિમને કહ્યું કે સારા પુત્રને જન્મ દેશે, ત્યારે ઈબ્રાહિમ હસ્યો કારણકે તેઓ બંને ખૂબ જ વૃદ્ધ હતાં.
કેટલાક સમય પછી, જયારે સારા એ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ હસી.
* પણ દેવે તેનું વચન પૂર્ણ કર્યું, અને ઈબ્રાહિમ અને સારાએ તેઓના ઘડપણમાં ઈસહાકને જન્મ આપ્યો હતો.
* દેવે ઈબ્રાહિમને કહ્યું કે તેણે ઈબ્રાહિમ સાથે જે કરાર કર્યો હતો, તે ઈસહાક અને તેના વંશજો માટે પણ સદાકાળ રહેશે.
* જયારે ઈસહાક યુવક હતો ત્યારે દેવે તેનું બલિદાન આપવાનો આદેશ આપી તેણે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી.
* ઈસહાકના દીકરા યાકૂબને બાર પુત્રો હતા, પાછળથી તેઓના વંશજો ઈઝરાએલ દેશના બાર કુળો બન્યાં.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ](../names/abraham.md), [વંશજ](../other/descendant.md), [અનંતકાળ](../kt/eternity.md), [પૂર્ણ થવું/કરવું](../kt/fulfill.md), [યાકૂબ](../names/jacob.md), [સારાહ](../names/sarah.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [ગલાતી 4:28-29](rc://gu/tn/help/gal/04/28)
* [ઉત્પત્તિ 25:9-11](rc://gu/tn/help/gen/25/09)
* [ઉત્પત્તિ 25:19-20](rc://gu/tn/help/gen/25/19)
* [ઉત્પત્તિ 26:1](rc://gu/tn/help/gen/26/01)
* [ઉત્પત્તિ 26:6-8](rc://gu/tn/help/gen/26/06)
* [ઉત્પત્તિ 28:1-2](rc://gu/tn/help/gen/28/01)
* [ઉત્પત્તિ 31:17-18](rc://gu/tn/help/gen/31/17)
* [માથ્થી 8:11-13](rc://gu/tn/help/mat/08/11)
* [માથ્થી 22:31-33](rc://gu/tn/help/mat/22/31)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[5:4](rc://gu/tn/help/obs/05/04)__ “તારી પત્ની, સારાઈને, દીકરો થશે—તે વચનનો દીકરો હશે.
તેનું નામ __ઈસહાક__ રાખજે.
* __[5:6](rc://gu/tn/help/obs/05/06)__ જયારે _ઈસહાક_ જુવાન માણસ હતો ત્યારે દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરીને કહ્યું, “તારા એકના એક દીકરા __ઈસહાક__ ને લે, અને તેને મારીને મારે માટે બલિદાન કર.”
* __[5:9](rc://gu/tn/help/obs/05/09)__ દેવે બલિદાન માટે __ઈસહાક__ ને બદલે ઘેટો પૂરો પાડ્યો.
* __[6:1](rc://gu/tn/help/obs/06/01)__ જયારે ઈબ્રાહિમ ખૂબજ વૃદ્ધ થયો હતો અને તેનો દીકરો __ઈસહાક__ પુખ્ત વયનો માણસ થયો, ત્યારે ઈબ્રાહિમે તેના ચાકરોમાંના એકને જ્યાં તેના સંબંધીઓ રહેતા હતા તે ભૂમિમાં તેના દીકરા _ઈસહાક_ માટે પત્ની શોધવા મોકલ્યો.
* __[6:5](rc://gu/tn/help/obs/06/05)__ _ઈસહાકે_ રિબકા માટે પ્રાર્થના કરી, અને દેવે તેણીને જોડિયા બાળકો સાથે સગર્ભા થવાની શક્યતા પૂરી પાડી.
* __[7:10](rc://gu/tn/help/obs/07/10)__ પછી __ઈસહાક__ મૃત્યુ પામ્યો, અને યાકૂબ અને એસાવે તેને દફનાવ્યો.
દેવે ઈબ્રાહિમ અને પછી __ઈસહાક__ ને જે કરારના વચનો આપ્યા હતા, તે હવે યાકૂબ પર પસાર કરવામાં આવ્યા.
## શબ્દ માહિતી:
* Strong's: H3327, H3446, G2464