gu_tw/bible/other/foreigner.md

2.8 KiB

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

  • જૂના કરારમાં, ખાસ કરીને આ શબ્દ કોઇપણ કે જે તે લોકોની વચ્ચે રહેતો હતો, તેના કરતાં અન્ય લોકોના જૂથમાંથી આવે છે, તે દર્શાવે છે.
  • વિદેશી વ્યક્તિ તે છે કે જેની ભાષા અને સંસ્કૃતિ બીજા પ્રદેશની જગ્યાથી અલગ હોય છે.
  • ઉદાહરણ તરીકે, જયારે નાઓમી અને તેણીનું કુટુંબ મોઆબમાં રહેવા ગયા, ત્યારે ત્યાં તેઓ વિદેશીઓ હતા.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

  • પાઉલ પ્રેરીતે એફેસીઓને કહ્યું કે ખ્રિસ્તને જાણ્યાં પહેલા, તેઓ દેવના કરાર માટે “પરદેશીઓ” હતા.
  • ક્યારેક “વિદેશી” શબ્દનું ભાષાંતર, “અજાણી વ્યક્તિ” છે, પણ તે ફક્ત કોઈક કે જે અજાણ્યા અથવા અજ્ઞાત વ્યક્તિઓને માટે દર્શાવવું જોઈએ નહીં.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H312, H628, H776, H1471, H1481, H1616, H2114, H3363, H3937, H4033, H5236, H5237, H5361, H6154, H8453, G241, G245, G526, G915, G1854, G3581, G3927, G3941