gu_tw/bible/other/mighty.md

5.0 KiB

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી વાર “બળ” શબ્દ “શક્તિ” માટેનો બીજો એક શબ્દ છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

  • “બળવાન માણસો” શબ્દસમૂહ ઘણીવાર એવા માણસોનો ઉલ્લેખ કરે છે કે જેઓ હિમ્મતવાન અને યુદ્ધમાં વિજયી હોય છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

  • ઈશ્વરનો ઉલ્લેખ પણ “બળવાન” તરીકે થાય છે.
  • “શક્તિશાળી કાર્યો” શબ્દસમૂહ સામાન્યરીતે ઈશ્વર જે અદભૂત બાબતો કરે છે, અને ખાસ કરીને ચમત્કારો કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે.
  • આ શબ્દ “સર્વશક્તિમાન” શબ્દ સાથે સંબંધિત છે, કે જે ઈશ્વર માટેનું સામાન્ય વર્ણન છે અને તેનો અર્થ થાય છે કે તેઓ પાસે સંપૂર્ણ સામર્થ્ય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “બળવાન” શબ્દનો અનુવાદ “શક્તિમાન” અથવા તો “અદભૂત” અથવા તો “ખૂબ જ બળવાન” તરીકે કરી શકાય.
  • “તેમનું બળ” શબ્દસમૂહનો અનુવાદ “તેમની શક્તિ” અથવા તો “તેમનું સામર્થ્ય” તરીકે કરી શકાય.
  • પ્રેરિતોના કૃત્યો 7માં, મૂસાને એક “વાણી તથા વ્યવહારમાં બળવાન” મનુષ્ય તરીકે વર્ણવવામાં આવ્યો છે.

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

  • સંદર્ભ અનુસાર, “શક્તિશાળી કાર્યો”નો અનુવાદ “ઈશ્વર કરે છે તે અદભૂત બાબતો” અથવા તો “ચમત્કારો” અથવા તો “ઈશ્વર સામર્થ્ય વડે જે કાર્યો કરે છે તે” તરીકે કરી શકાય.
  • “બળ” શબ્દનો અનુવાદ “સામર્થ્ય” અથવા તો “મહાશક્તિ” તરીકે પણ કરી શકાય.
  • આ શબ્દને અંગ્રેજી શબ્દ કે જેને શક્યતા દર્શાવવા વાપરવામાં આવે છે તેની સાથે ગુંચવશો નહિ.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, શક્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H46, H47, H117, H193, H202, H352, H386, H410, H430, H533, H650, H1219, H1368, H1369, H1370, H1396, H1397, H1401, H1419, H2220, H2389, H2394, H2428, H3201, H3524, H3581, H3966, H4101, H5794, H5797, H5807, H5868, H6099, H6105, H6108, H6184, H6697, H6743, H7227, H7580, H7989, H8623, H8624, H8632, G972, G1411, G1413, G1414, G1415, G1498, G1752, G1754, G2159, G2478, G2479, G2900, G2904, G3168, G3173, G5082