gu_tw/bible/kt/miracle.md

7.8 KiB

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

  • ઈસુએ કરેલા ચમત્કારોના ઉદાહરણોમાં તોફાનને શાંત કરવું તથા અંધજનને દેખતો કરવાનો સમાવેશ થાય છે.
  • કેટલીક વાર ચમત્કારોને “આશ્ચર્યકર્મો” કહેવામાં આવે છે કારણકે તેઓ લોકોને આશ્ચર્યચકિત તથા વિસ્મિત કરી દે છે.
  • “આશ્ચર્યકર્મ” શબ્દ વધારે સામાન્ય અર્થમાં ઈશ્વરના આશ્ચર્યજનક સામર્થ્યના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે જ્યારે તેમણે આકાશો અને પૃથ્વી રચ્યાં.
  • ચમત્કારોને “ચિહ્નો” પણ કહી શકાય કારણકે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે કે તેઓની પાસે સમગ્ર વિશ્વ પર સંપૂર્ણ અધિકાર છે તેવા સંકેતો અથવા તો પૂરાવાઓ તરીકે તેઓનો ઉપયોગ થાય છે.
  • કેટલાક ચમત્કારો ઈશ્વરે કરેલા છૂટકારાના કામો હતા, જેમ કે તેમણે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા અને દાનિયેલને સિંહોના જોખમથી બચાવ્યો.
  • બીજા આશ્ચર્યકર્મો ઈશ્વરે કરેલા ન્યાયના કામો હતા, જેમ કે તેઓ નૂહના સમયમાં વિશ્વભરમાં પૂર લાવ્યા અને મૂસાના સમયમાં ઈજીપ્ત દેશમાં ભયંકર મરકીઓ લાવ્યા.
  • ઈશ્વરના ઘણાં ચમત્કારો માંદાઓને શારીરિક રીતે સાજા કરવાના અથવા તો મૃતકોને સજીવન કરવાના હતા.
  • જ્યારે ઈસુએ લોકોને સાજા કર્યાં, તોફાનો શાંત કર્યાં, તેઓ પાણી પર ચાલ્યા, અને મૃતકોને સજીવન કર્યાં ત્યારે, તેઓમાં ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ કરાયું હતું.

આ બધા જ ચમત્કારો હતા.

  • ઈશ્વરે પ્રબોધકો તથા પ્રેરિતોને પણ સાજા કરવાના અને બીજા ચમત્કારો કરવા શક્તિ આપી કે જે ઈશ્વરના સામર્થ દ્વારા જ શક્ય હતું.

અનુવાદ માટેના સૂચનો:

  • “ચમત્કારો” અથવા તો “આશ્ચર્યકર્મો” ના સંભવત અનુવાદોમાં “ઈશ્વર જે અશક્ય બાબતો કરે છે તે” અથવા તો “ઈશ્વરના સામર્થ્યવાન કાર્યો” અથવા તો “ઈશ્વરના અદભૂત કાર્યો” નો સમાવેશ કરી શકાય.
  • વારંવાર વપરાતી અભિવ્યક્તિ “ચિહ્નો અને આશ્ચર્યકર્મો” નો અનુવાદ “સાબિતીઓ અને ચમત્કારો” અથવા તો “ચમત્કારિક કાર્યો કે જે ઈશ્વરનું સામર્થ સાબિત કરે છે” અથવા તો “અદભૂત ચમત્કારો કે જે દર્શાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે” તરીકે થઈ શકે.
  • નોંધ કરો કે ચમત્કારિક ચિહ્નોનો આ અર્થ એક ચિહ્ન કે જે કોઈ બાબતની સાબિતી કે પૂરાવો આપે છે તેનાથી અલગ છે.

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 16:8 ગિદિયોને ઈશ્વર પાસે બે ચિહ્નો માંગ્યા કે જેથી તેને ખાતરી થાય કે ઈશ્વર તેનો ઉપયોગ ઇઝરાયલને બચાવવા કરશે.
  • 19:14 ઈશ્વરે એલિશા દ્વારા ઘણા ચમત્કારો કર્યાં.
  • 37:10ચમત્કારને કારણે ઘણા યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
  • 43:6 “ઇઝરાયલી માણસો, જેમ તમે જોયું છે અને તમને અગાઉથી ખબર છે તેમ, ઈસુ એ વ્યક્તિ હતા કે જેમણે ઈશ્વરના સામર્થ્ય દ્વારા ઘણા પરાક્રમી ચિહ્નો અને આશ્ચર્યકર્મો કર્યાં.
  • 49:2 ઈસુએ ઘણા ચમત્કારો કર્યાં કે જેથી સાબિત થયું કે તેઓ ઈશ્વર હતા.

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

  • Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H5953, H6381, H6382, H6383, H6395, H6725, H7560, H7583, H8047, H8074, H8539, H8540,, G880, G1213, G1229, G1411, G1569, G1718, G1770, G1839, G2285, G2296, G2297, G3167, G3902, G4591, G4592, G5059