gu_tw/bible/names/hananiah.md

2.5 KiB

હનાન્યા

સત્યો:

જૂના કરારમાં હનાન્યા નામના અનેક અલગઅલગ માણસો હતા.

  • એક હનાન્યા બાબિલમાં ઈઝરાએલી કેદી હતો, જેનું નામ બદલીને “શાદ્રાખ” રાખવામાં આવ્યું હતું.
  • તેના ઉત્તમ ચરિત્ર અને ક્ષમતાઓને કારણે તેને બાદશાહી સેવક તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો.
  • એકવાર હનાન્યા (શાદ્રાખ) અને અન્ય બે ઈઝરાએલી માણસોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા હતા, કારણકે તેઓએ બાબિલના રાજાની પૂજા કરવાનો નકાર કર્યો.

તેઓને નુકસાન થવાથી બચાવીને દેવે તેની શક્તિ બતાવી.

  • બીજો હનાન્યા નામનો માણસ સુલેમાન રાજાના વંશજની યાદીમાં આવતો હતો.
  • યર્મિયા પ્રબોધકના સમય દરમ્યાન હનાન્યા નામનો એક જૂઠો પ્રબોધક હતો.
  • બીજો એક હનાન્યા નામનો માણસ યાજક હતો, જેણે નહેમ્યાના સમય દરમ્યાન ઉજવણીની આગેવાનીમાં મદદ કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: અઝાર્યા, [બાબિલ, દાનિયેલ, જૂઠો પ્રબોધક, યર્મિયા, મીશાએલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2608