gu_tw/bible/names/mishael.md

2.5 KiB

મીશાએલ

તથ્યો:

જૂના કરારમાં મીશાએલ નામના ત્રણ માણસો છે.

  • મીશાએલ નામનો એક માણસ હારુનનો પિત્રાઈ હતો.

ઈશ્વરે સૂચવ્યું હતું તે રીતે ધૂપ ન ચડાવવાને કારણે જ્યારે ઈશ્વરે હારુનના બે પુત્રોને મારી નાખ્યા ત્યારે, મીશાએલ અને તેના ભાઈને તેઓનાં શબ ઇઝરાયલની છાવણી બહાર લઈ જવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.

  • જ્યારે એઝરા શોધી કાઢવામાં આવેલા નિયમશાસ્ત્રના પુસ્તકને જાહેરમાં વાંચતો હતો ત્યારે મીશાએલ નામનો બીજો માણસ તેની પાસે ઊભો હતો.
  • જ્યારે ઇઝરાયલીઓ બાબિલના બંદીવાસમાં હતા તે સમય દરમ્યાન, મીશાએલ નામના એક જુવાનને પણ પકડીને બાબિલમાં રહેવા લઈ જવાયો હતો.

બાબિલના લોકોએ તેને “મેશાખ” નામ આપ્યું હતું.

તેણે તેના મિત્રો અઝાર્યા (અબેદનગો) અને હનાન્યા (શાદ્રાખ) સાથે મળીને રાજાની મૂર્તિની આરાધના કરવાની ના પાડી અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા હતા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: હારુન, અઝાર્યા, બાબિલ, દાનિયેલ, હનાન્યા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4332, H4333