gu_tw/bible/names/azariah.md

2.5 KiB

અઝાર્યા

સત્યો:

જૂનાકરારમાં અઝાર્યા નામના અલગ અલગ માણસોના હતાં.

  • એક અઝાર્યા જે તેના બાબિલોનના અબેદ-નગો નામથી વધુ જાણીતો છે.

તે યહૂદામાંથી ઘણા ઈઝરાએલીઓમાંનો એક હતો કે જેને નબૂખાદનેસ્સારના સૈન્ય દ્વારા પકડી અને બાબિલોનમાં રહેવા લઈ જવાયો હતો. અઝાર્યા અને તેના ઈઝરાએલી સાથીઓ, હનાન્યા અને મીશાએલ બાબિલના રાજાની પૂજા કરવાનો ઇનકાર કર્યો, જેથી તેણે તેઓને સજા તરીકે અગ્નિભઠ્ઠીમાં નાખ્યાં. પણ દેવે તેઓને સુરક્ષિત રાખ્યા અને તેઓને બિલકુલ ઈજા થઈ નહીં.

  • યહૂદાનો રાજા “ઉઝિઝયા” પણ અઝાર્યા તરીકે જાણીતો હતો.
  • જૂનાકરારમાં બીજો અઝાર્યા જે મુખ્ય યાજક હતો.
  • યર્મિયા પ્રબોધકના સમયમાં, અઝાર્યા નામનાં માણસે દેવનો અનાદર કરી ઈઝરાએલીઓને પોતાનું વતન છોડવા ખોટી રીતે દોર્યા.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો

(આ પણ જુઓ: બાબિલોન, દાનિએલ, હનાન્યા, મીશાએલ, યર્મિયા, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5838