gu_ta/intro/translation-guidelines/01.md

10 KiB

  • આ દસ્તાવેજનુ સત્તાવાર સંસ્કરણ http://ufw.io/guidelines/ પર જોવા મળે છે.

અનુવાદમાં વપરાતા સિદ્ધાંતો અને પ્રક્રિયા પર નીચેનું નિવેદન UnfoldingWord યોજનાના તમામ સભ્ય સંગઠનો અને સહયોગીઓ દ્વારા ફાળો આપવામાં આવેલ છે (જુઓ https://unfoldingword.org). અનુવાદની તમામ કાર્યપ્રવૃત્તિઓ આ સામાન્ય માર્ગદર્શિકા અનુસાર હાથ ધરવામાં આવે છે.

૧. સચોટ - મૂળ લખાણના અર્થને તોડ્યા વગર, બદલવા, અથવા ઉમેરવા માટે સચોટ રીતે અનુવાદ કરો, અનુવાદિત સામગ્રીને વિશ્વાસુપણે મૂળ લખાણનો અર્થ શક્ય તેટલો સચોટ કરવો જોઈએ કેમ કે તે મૂળ પ્રેક્ષકો દ્વારા સમજી ગયેલ હશે. (જુઓ સચોટ અનુવાદ કરો) ૧. સ્પષ્ટ - નો ઉચ્ચત્તમ સ્તર પ્રાપ્ત કરવા માટે જરૂરી તેવા ભાષાકીય માળખાનો ઉપયોગ કરો. અહીંયા શક્ય તેટલું સ્પષ્ટ રીતે મૂળ અર્થના સંદેશાવ્યવહાર માટે લખાણના સ્વરૂપને પુનઃ ગોઠવવું પણ સામેલ છે અને જરૂરી તેટલા વધુ અથવા થોડા શબ્દોનો ઉપયોગ કરવો.
૧. કુદરતી - ભાષા સ્વરૂપોનો ઉપયોગ કરો જે અસરકારક છે અને જે તમારી ભાષાને અનુરૂપ સંદર્ભનાં ઉપયોગમાં લેવાય છે તે રીતે પ્રતિબિંબિત કરે છે. (જુઓ કુદરતી અનુવાદ કરો) ૧. વિશ્વાસુ - તમારા અનુવાદમાં કોઈ પણ રાજકીય, સાંપ્રદાયિક, વૈચારિક, સામાજીક, સાંસ્કૃતિક, અથવા ધાર્મિક પૂર્વગ્રહને ટાળો. મુખ્ય શબ્દોનો ઉપયોગ કરો કે જે મૂળ બાઈબલની ભાષાઓના શબ્દભંડોળ માટે વિશ્વાસુ છે. બાઈબલના શબ્દો માટે સમકક્ષ સામાન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ કરો, જે પિતા અને ઈશ્વર પુત્ર વચ્ચેનો સંબંધ વર્ણવે છે. જેમ નીચેની નોંધો અથવા અન્ય પૂરક સ્રોતોમાં, આવશ્યકતા મુજબ આ સ્પષ્ટ કરી શકાય છે. (જુઓ વિશ્વાસુ અનુવાદ કરો) ૧. અધિકૃત બાઈબલની સામગ્રીના અનુવાદ માટે બાઈબલના મૂળ લખાણોનો સર્વોચ્ચ સત્તા તરીકે ઉપયોગ કરો. અન્ય ભાષાઓમાં વિશ્વસનીય બાઈબલને લગતી સામગ્રીનો ઉપયોગ સ્પષ્ટીકરણ માટે અને મધ્યસ્થ સ્રોત લખાણ તરીકે થઈ શકે છે. (જુઓ અધિકૃત અનુવાદ કરો) ૧. ઐતિહાસિક ઐતિહાસિક ઘટનાઓ અને સત્યોને સચોટ રીતે રજુ કરો, મૂળ સામગ્રીના મૂળ પ્રાપ્તિકર્તા તરીકે સમાન સંદર્ભ અને સંસ્કૃતિની વહેંચણી કરતાં લોકો માટે જરૂરી વધારાની માહિતી આપવી. (જુઓ ઐતિહાસિક અનુવાદ કરો) ૧. સમાન - લાગણીઓ અને વલણની અભિવ્યક્તિઓને સામેલ કરીને, સ્રોત લખાણ તરીકે સમાન ઉદેશ્યને રજુ કરો. શક્ય તેટલું વધુ, મૂળ લખાણમાં વિવિધ પ્રકારનાં સાહિત્યને જાળવી રાખો, જેમ કે વાર્તાઓ, કવિતા, પ્રોત્સાહન, અને ભવિષ્યવાણી, તે તમારી ભાષામાં સમાન રીતે સંદેશાવ્યવહાર અથવા અનુરૂપ સ્વરૂપે રજૂ કરો. (જુઓ સમાન અનુવાદ કરો)

અનુવાદની ગુણવત્તાને ઓળખીને તેને જાળવી રાખો.

અનુવાદની ગુણવત્તા સામાન્ય રીતે મૂળ અર્થમાં ભાષાંતરના વિશ્વાસુપણાને દર્શાવે છે, અને પ્રાપ્ય ભાષાનાં બોલનારાઓ માટે તે અનુવાદનું સ્તર સમજણ માટે અને કેટલું અસરકારક છે તે જોઈ શકાય છે. અમે જે વ્યૂહરચના સૂચિત કરીએ છીએ તે ભાષા સમુદાય સાથે અનુવાદના સ્વરૂપો અને વાતચીતની ગુણવત્તા તપાસવાનો સમાવેશ થાય છે, અને તે લોકો જૂથમાં મંડળી સાથે ભાષાંતરનું વિશ્વાસુપણું તપાસે છે.

અનુવાદ યોજનાની ભાષા અને સંદર્ભના આધારે સામેલ ચોક્કસ પગલાં નોંધપાત્ર રીતે બદલાય છે. સામાન્ય રીતે, અમે તે અનુવાદને સારું માનીએ છીએ કે જેની સમીક્ષા ભાષા સમુદાયના બોલનાર દ્વારા ભાષા જૂથમાં થઈ હોય તથા મંડળીના આગેવનો દ્વારા, કે જેથી:

૧. સચોટ, સ્પષ્ટ, કુદરતી અને સમાન - મૂળના અર્થપૂર્ણને વિશ્વાસુ હોવું, જેમ કે લોકોના જૂથમાં મંડળી દ્વારા નક્કી કરવામાં આવે છે અને વૈશ્વિક તથા ઐતિહાસિક મંડળીની સાથે ગોઠવણીમાં અને પરિણામમાં.
૧. મંડળી દ્વારા સમર્થિત - મંડળી દ્વારા ઉપયોગ અને સમર્થન (જુઓ મંડળી દ્વારા મંજૂર થયેલ અનુવાદ કરો

અમે તે પણ ભલામણ કરીએ છીએ કે અનુવાદ:

૧. સહયોગી - અનુવાદ કરતાં સમયે, જો શક્ય હોય તો અન્ય વિશ્વાસુઓ કે જેઓ તમારી ભાષા બોલે છે તેઓની સાથે કાર્ય કરો, તપાસો, અને અનુવાદિત સામગ્રીને ખાતરીપૂર્વક વહેંચો કે, તે સર્વોચ્ચ ગુ ણવત્તા વાળું અનુવાદ છે અને શક્ય તેટલા વધુમાં વધુ લોકો સુધી પહોચી શકશે.
૧. ચાલતું - અનુવાદનુ કાર્ય તે ક્યારેય સંપૂર્ણ રીતે પૂરું થતું નથી. જેઓ ભાષામાં કુશળતા ધરાવતા હોય તેઓને પ્રોત્સાહન આપો કે જ્યારે તેઓ જુએ કે વસ્તુઓને વધુ સારી રીતે કહી શકાય છે અને સુધારો પણ કરી શકાય છે. અનુવાદમાં જો કોઈ ખામી હોય તો તે જાણ થતાંની સાથેજ તેને સુધારવામાં આવશે. પુનરાવર્તન અથવા નવા અનુવાદની આવશ્યકતા હોય ત્યારે ચકાસવા માટે અનુવાદોની સામાયિક સમીક્ષાને પ્રોત્સાહન આપો. અમે ભલામણ કરીએ છીએ કે દરેક ભાષા સમુદાય આ ચાલી રહેલ કાર્યની દેખરેખ માટે અનુવાદ સમિતિની રચના કરે. UnfoldingWordના સાધનોનો ઓનલાઈન ઉપયોગ કરીને, અનુવાદમાં આ ફેરફારો ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી કરી શકાય છે. (જુ સતત ચાલતું અનુવાદ કરો)