gu_ta/translate/guidelines-natural/01.md

10 KiB

કુદરતી અનુવાદ

બાઈબલને કુદરતી રીતે અનુવાદ કરવું તેનો મતલબ કે:

અનુવાદ એવું લાગવું જોઈએ કે તે લક્ષ્ય જૂથના સભ્ય દ્વારા કરવામાં આવ્યું છે - નહિ કે કોઈ વિદેશી દ્વારા. કુદરતી અનુવાદ કરવા માટે અહી થોડા વિચારો છે:

ટૂંકા વાક્યોનો ઉપયોગ કરો

અનુવાદ કુદરતી લાગે તે માટે, કેટલીકવાર લાંબા અને જટિલ વાક્યોમાંથી ટૂંકા અને વધુ સરળ વાક્યો બનાવવા જરૂરી છે. ગ્રીક ભાષામાં ઘણીવાર લાંબા, વ્યાકરણની રીતે જટિલ વાક્યો હોય છે. કેટલાક બાઈબલના અનુવાદકો ગ્રીક માળખાંને ઝીણવટથી અનુસરે છે અને તેઓના અનુવાદમાં આ લાંબા વાક્યો રાખે છે, ત્યારે પણ કે જ્યારે તે કુદરતી ન લાગે અથવા લક્ષ્ય ભાષામાં તે ગૂંચવણભર્યું લાગે.

અનુવાદ કરવાની તૈયારી કરતાં, ઘણીવાર તે ભાગને, લાંબા વાક્યોને તોડીને ટૂંકા વાક્યોમાં ફરીથી લખવું મદદરૂપ થાય છે. આ તમને તેનો અર્થ વધુ સરળ જોવામાં અને વધુ સારી રીતે અનુવાદ કરવામાં મદદરૂપ થાય છે. ઘણી ભાષાઓમાં, ટૂંકા વાક્યો રાખવા તે એક સારી શૈલી છે, અથવા જ્યારે વાક્યો લાંબા હોય, ત્યારે જટિલ વાક્યોને ટાળવા માટે. તેથી લક્ષ્ય ભાષામાં અર્થને પુનઃવ્યક્ત કરવા માટે, તે કેટલીકવાર જરૂરનું છે કે કેટલાક મૂળ લાંબા વાક્યોને તોડીને થોડા ટૂંકા વાક્યો બનાવવામાં આવે. કારણ કે ઘણી ભાષાઓ એક અથવા બે વાક્યાંશને જોડીને વાક્યોનો ઉપયોગ કરે છે, ટૂંકા વાક્યો કુદરતી હોવાની સમજ આપે છે. ટૂંકા વાક્યો વાચકોને વધુ સમજ પણ આપે છે, કારણ કે તેમાં અર્થ વધુ સરળ હશે. નવા, ટૂંકા વાક્યાંશો અને વાક્યો વચ્ચે સ્પષ્ટ જોડતા શબ્દો સામેલ કરવાની ખાતરી કરો.

લાંબા, વધુ જટિલ વાક્યોમાંથી ટૂંકા બનાવવા, એકબીજા સાથે સીધી રીતે સંકળાયેલા વાક્યોના શબ્દો ઓળખો, એટલે કે, તે એક વાક્યાંશ માટે એકસાથે જોડાય છે. સામાન્ય રીતે, દરેક ક્રિયાપદ અથવા ક્રિયા શબ્દમાં તેની કોઈપણ બાજુમાં શબ્દો હોય છે કે જે તેની પાછળ અથવા આગળ ક્રિયાપદની ક્રિયાને નિર્દેશ કરે છે. આ શબ્દોના જૂથ જે પોતાની જાતે જ ઊભા હોય છે તે કદાચ સ્વતંત્ર વાક્યાંશ અથવા સામાન્ય વાક્ય તરીકે લખાય છે. આ શબ્દોના દરેક જૂથોને એકસાથે રાખો અને તે રીતે વાક્યનો અલગ વિચારો અથવા ભાગોમાં વિભાજીત કરો. નવું વાક્ય હજુ પણ કંઈ સમજ આપે છે તે ખાતરી કરવા માટે તેને વાંચો. જો તેમાં કોઈ સમસ્યા છે, તો તમારે લાંબા વાક્યને અલગ રીતે વિભાજીત કરવાની જરૂર છે. જ્યારે તમે નવા વાક્યોના સંદેશને સમજો, ત્યારે તેણે લક્ષ્ય ભાષામાં અનુવાદ કરો, વાક્યોને કુદરતી લંબાઈ આપી અને તેઓને કુદરતી રીતે જોડીને. ત્યાર પછી તમારાં અનુવાદને ભાષા સમુદાયના સભ્યની સામે વાંચીને ચકાસો કે તે કુદરતી લાગે છે.

તમારા લોકો જે રીતે વાત કરે છે તે લખો

બાઈબલનો ભાગ અથવા પ્રકરણ વાંચીને તમારી જાતને પ્રશ્ન પૂછો કે, “આ કયા પ્રકારનો સંદેશ છે?” પછી તે ભાગ અથવા પ્રકરણનો તમારી ભાષા જે રીતે તે પ્રકારનો સંદેશ રજૂ કરે તે રીતે અનુવાદ કરો.

ઉદાહરણ માટે, જો તે ભાગ કાવ્ય છે, જેમ કે ગીતશાસ્ત્રમાં છે, તો પછી તમારા લોકો તે કાવ્ય છે તે સમજી શકે તે સ્વરૂપમાં અનુવાદ કરો. અથવા જો આ ભાગ જીવવાની યોગ્ય રીત વિષે પ્રોત્સાહન આપે છે, જેમ કે નવા કરારનાં પત્રોમાં, તો તેને એવા સ્વરૂપમાં અનુવાદ કરો કે જે રીતે તમારી ભાષામાં લોકો એકબીજાને પ્રોત્સાહન આપતા હોય. અથવા જો તે ભાગ એ કોઈ વ્યક્તિ જે કર્યું છે તેની વાર્તા છે, તો તેને વાર્તાના સ્વરૂપમાં અનુવાદ કરો (જે ખરેખર બન્યું છે). બાઈબલમાં આ પ્રકારની ઘણી વાર્તાઓ છે, અને આ વાર્તાઓના ભાગરૂપે લોકો એકબીજાને જે કહે છે તેનું પણ પોતાનું સ્વરૂપ હોય છે. ઉદાહરણ માટે, લોકો ધમકીઓ આપે છે, ચેતવણીઓ આપે છે અને પ્રશંસા અથવા એકબીજાને ઠપકો આપે છે. તમારાં અનુવાદને કુદરતી બનાવવા, તમારે આ દરેક બાબતોને તમારી ભાષામાં લોકો જે રીતે લોકો ધમકીઓ, ચેતવણીઓ આપે છે અને પ્રશંસા અથવા એકબીજાને ઠપકો આપે છે તે રીતે અનુવાદ કરવી.

આ અલગ વસ્તુઓને કેવી રીતે લખવી તે જાણવા માટે, તમારી આસપાસ જે લોકો કહે છે તેને સાંભળવું જોઈએ, અને લોકો જે કહે છે અને કરે છે તે લખવાની પ્રણાલી અપનાવો, તેથી લોકો જે અલગ હેતુઓ માટે જે સ્વરૂપ અને શબ્દોનો ઉપયોગ કરે છે તેનાથી તમે પરિચિત થાઓ.

એક સારું અનુવાદ એ સમાન શબ્દભંડોળ અને અભિવ્યક્તિનો ઉપયોગ કરશે જેમ કે લક્ષ્ય સમૂહના લોકો સામાન્ય રીતે ઉપયોગ કરે છે. તે તેઓને માટે વાંચવું અથવા સાંભળવું સહેલું હશે. તેમાં કોઈ પ્રતિકૂળ અથવા વિચિત્ર શબ્દસમૂહો ન હોવા જોઈએ. જેમ નજીકના મિત્ર તરફથી પત્ર વાંચતા હોય અનુવાદ તેટલું સરળ હોવું જોઈએ.

પ્રવેશદ્વાર ભાષા અનુવાદ માટે નહિ

આ વિભાગ ULB અને UDB ની પ્રવેશદ્વાર ભાષા અનુવાદ માટે નથી. આ એવા બાઈબલ છે કે જે લાક્ષણિકતાઓ ધરાવે છે જે તેમને લક્ષ્ય ભાષામાં કુદરતી રાખવા માટે રચાયેલ છે. તેઓ બાઈબલ અનુવાદના સાધનો, અંતિમ-વપરાશકર્તા બાઈબલ નથી. આ વિષે વધુ માહિતી માટે, “ULB નું અનુવાદ” અને “UDB નું અનુવાદ” ની પ્રવેશદ્વાર ભાષાઓની પુસ્તિકા જુઓ.