gu_tw/bible/other/wine.md

4.5 KiB

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

  • "નવા દ્રાક્ષારસ" શબ્દ દ્રાક્ષના રસનો સંદર્ભ આપે છે જે દ્રાક્ષમાંથી હમણાં જ કાઢવામાં આવ્યો હતો અને જેને હજુ સુધી આથો ચડાવેલો ન હતો.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

  • દ્રાક્ષારસ બનાવવા માટે, દ્રાક્ષને એક દ્રાક્ષાકુંડમાં કચડવામાં આવે છે કે જેથી રસ બહાર આવે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

  • બાઇબલના સમયમાં, દ્રાક્ષારસ ભોજન સાથે સામાન્ય પીણું હતું.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

  • ભોજન માટે દ્રાક્ષારસ પીરસવામાં આવે તે પહેલાં, ઘણી વખત તેમાં પાણી મિશ્રિત કરવામાં આવતું હતું.
  • જે મશક જૂની અને બરડ થઇ ગઇ હતી તેમાં તિરાડો પડી જતી, જેમાંથી દ્રાક્ષારસ બહાર ઢળતો હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

  • જો દ્રાક્ષારસ તમારી સંસ્કૃતિમાં અજાણ હોય, તો તેને "આથેલો દ્રાક્ષ રસ" અથવા "આથેલું પીણું કે જેને દ્રાક્ષના ફળમાંથી બને છે" અથવા "આથેલા ફળોનો રસ" તરીકે ભાષાંતર કરી શકાય છે. (જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવુ

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષાવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

  • Strong's: H2561, H2562, H3196, H4469, H4997, H5435, H6025, H6071, H8492, G1098, G3631, G3820, G3943