gu_tw/bible/other/vine.md

2.1 KiB

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

  • બાઇબલમાં, "વેલો" શબ્દનો અર્થ હંમેશા "દ્રાક્ષવેલો" થાય છે.
  • દ્રાક્ષની ડાળીઓ મુખ્ય થડ સાથે જોડાયેલ છે જે તેમને પાણી અને અન્ય પોષક તત્વો આપે છે જેથી તેઓ વૃધ્ધિ કરી શકે.
  • ઈસુએ પોતાને "દ્રાક્ષાવેલો" કહ્યા અને પોતાના લોકોને "ડાળીઓ" કહ્યા.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H5139, H1612, H8321, G288, G290, G1009, G1092