gu_tw/bible/other/grape.md

2.7 KiB

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

  • દ્રાક્ષ અલગઅલગ રંગોની છે, જેવી કે આછી લીલી, જાંબુડી, અથવા લાલ.
  • સામાન્ય રીતે દ્રાક્ષ કદમાં લગભગ એક થી ત્રણ સેન્ટીમીટર હોય છે.
  • લોકો દ્રાક્ષને બગીચામાં ઉગાડે છે તેને દ્રાક્ષાવાડીઓ કહેવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

  • બાઈબલના સમય દરમ્યાન દ્રાક્ષા એ ખૂબ મહત્વનો ખોરાક હતો અને દ્રક્ષાવાડીઓ હોવી એ સંપત્તિનો સંકેત હતો.
  • દ્રાક્ષો સડી ન જાય માટે, મોટેભાગે લોકો તેઓને સુકવી દેતા.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

  • ઈસુએ તેના શિષ્યોને દેવના રાજ્ય વિશે શીખવવા માટે દ્રાક્ષાવાડી વિશેનું દૃષ્ટાંત કહ્યું.

(આ પણ જુઓ: દ્રાક્ષાવેલો, બગીચો, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H811, H891, H1154, H1155, H1210, H2490, H3196, H5563, H5955, H6025, H6528, G288, G4718