gu_tw/bible/other/sword.md

4.8 KiB

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

  • પ્રાચીન સમયમાં તલવારની બ્લેડની લંબાઇ લગભગ 60 થી 91સેન્ટિમીટર હતી.
  • કેટલીક તલવારોમાં બે બાજુ તીક્ષ્ણ ધાર હોય છે અને તેને "બેધારી"અથવા"બે ધારવાળી" તલવારો તરીકે ઓળખવામાં આવે છે.
  • ઈસુના શિષ્યોએ સ્વબચાવ માટે તલવારો રાખી હતી.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

  • યોહાન બાપ્તિસ્ત અને પ્રેરીત યાકુબ બંનેનો તલવારોથી શિરચ્છેદ કરાયો હતો.

અનુવાદ માટેના સૂચનો:

  • તલવારનો ઉપયોગ ઈશ્વરના શબ્દ માટે રૂપક તરીકે થાય છે.

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

  • રૂપકાત્મક અનુવાદનો ઉપયોગ આ રીતે પણ થાય છે, "ઈશ્વરનું વચન તલવાર જેવું છે, જે ઊંડે સુધી કાપે છે અને પાપને ખુલ્લું પાડે છે."
  • આ શબ્દનો બીજો રૂપકાત્મક ઉપયોગ, ગીતશાસ્ત્રના પુસ્તકમાં કરવામાં આવ્યો છે, જ્યાં વ્યક્તિની જીભ અથવા વાણીની સરખામણી તલવાર સાથે કરવામાં આવી છે, જે લોકોને ઘાયલ કરી શકે છે.

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

  • જો તલવારો તમારી સંસ્કૃતિમાં પ્રચલિત ન હોય, તો આ શબ્દનો ઉપયોગ અન્ય લાંબા હથિયારના નામ સાથે થઈ શકે છે જેનો ઉપયોગ કાપવા અથવા ભોકવા માટે કરવામાંઆવતો હોય છે.
  • તલવારને "તીક્ષ્ણ હથિયાર" અથવા "લાંબી છરી"તરીકે વર્ણવવામાં આવી શકે છે.

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, દેવનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H19, H1300, H2719, H4380, H6609, H7524, H7973, G3162, G4501