gu_tw/bible/other/tongue.md

3.8 KiB

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

  • બાઇબલમાં, આ શબ્દ માટે સૌથી સામાન્ય અલંકારિક અર્થ "ભાષા" અથવા "વાણી" છે.
  • ક્યારેક "જીભ" કોઈ ચોક્કસ લોકજૂથ દ્વારા બોલાતી માનવીય ભાષાનો ઉલ્લેખ કરી શકે છે.
  • અન્ય વખતે તે અલૌકિક ભાષાને દર્શાવે છે કે પવિત્ર આત્મા ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને એક "આત્માના દાન" તરીકે આપે છે.
  • અગ્નિની "જીભો" શબ્દનો અર્થ આગની "જ્વાળાઓ" થાય છે.
  • “મારી જીભને આનંદ થાય છે" એમાં "જીભ" શબ્દનો ઉલ્લેખ સમગ્ર વ્યક્તિને થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, "જીભ" શબ્દનું "ભાષા" અથવા "આધ્યાત્મિક ભાષા" ભાષાંતર કરી શકાય છે.

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

  • આગનો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દનું ભાષાંતર "જ્યોત" તરીકે થઈ શકે છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

  • “જૂઠી જીભ" શબ્દસમૂહનું ભાષાંતર "જૂઠું બોલનાર વ્યક્તિ" અથવા "જૂઠું બોલનાર લોકો" તરીકે કરી શકાય છે.
  • જેમ કે "તેમની માતૃભાષા સાથે" શબ્દનું ભાષાંતર "તેઓ શું કહે છે" અથવા "તેમના શબ્દોથી" એવું ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H762, H2013, H2790, H3956, G1100, G1258, G1447, G2084