gu_tw/bible/other/melt.md

3.5 KiB

પીગળવું, પીગળેલું, પીગળતું, પીગળે છે, પીગળેલા

તથ્યો:

“પીગળવું” શબ્દ જ્યારે કોઈ વસ્તુને ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રવાહી બને છે તેનો ઉલ્લેખ કરે છે. તેનો ઉપયોગ અલંકારિક રીતે પણ કરવામાં આવે છે. કોઈ વસ્તુ કે જે પીગળી ગઈ છે તેનું વર્ણન “પીગળેલી” વસ્તુ તરીકે પણ કરવામાં આવે છે.

  • વિભિન્ન પ્રકારની ધાતુઓને જ્યાં સુધી તેઓ પીગળે નહિ અને હથિયારો કે મૂર્તિઓ જેવી વસ્તુઓ બનાવવા માટે બીબામાં ઢાળી શકાય નહિ ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે.

“પીગળેલી ધાતુ” અભિવ્યક્તિ એક પીગળેલી ધાતુનો ઉલ્લેખ કરે છે.

  • જ્યારે એક મીણબત્તી સળગે છે ત્યારે તેનું મીણ પીગળે છે અને વહે છે.

પ્રાચીન સમયોમાં, પત્રોને ઘણી વાર તેની કિનારીઓ પર પીગળેલું મીણ લગાવીને બંધ કરવામાં આવતા હતા.

  • “પીગળવું”ના અલંકારિક ઉપયોગનો અર્થ પીગળેલા મીણની જેમ નરમ અને નબળા પડવું થાય છે.
  • “તેઓના હૃદયો પીગળી જશે” તે અભિવ્યક્તિનો અર્થ ડરને કારણે તેઓ ખૂબ જ નબળા પડી જશે તેવો થાય છે.
  • એક બીજી અલંકારિક અભિવ્યક્તિ “તેઓ પીગળી જશે”નો અર્થ થાય છે કે તેઓને બળજબરીથી દૂર કરવામાં આવશે અથવા તો તેઓ નબળાં છે તેવું જાહેર કરવામાં આવશે અને તેઓ હારીને ભાગી જશે.
  • “પીગળવું”નો શબ્દશ: અર્થ “પ્રવાહી બનવું” અથવા “પીગાળી નાખવું” અથવા તો “પીગાળવું” તરીકે કરી શકાય.
  • “પીગળવું”ના અલંકારિક અર્થના બીજા અનુવાદ “નરમ બનવું” અથવા તો “નબળા પડવું” અથવા તો “હારી જવું” થઈ શકે.

(આ પણ જૂઓ: હૃદય, જૂઠા દેવો, પ્રતિમા, મહોર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1811, H2003, H2046, H3988, H4127, H4529, H4541, H4549, H5140, H5258, H5413, H6884, H8557, G3089, G5080