gu_tw/bible/other/seal.md

2.3 KiB

મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું

વ્યાખ્યા:

વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.

  • ઘણીવાર મહોરને ચિત્ર કે આકૃતિ દ્વારા અંકિત કરવામાં આવતું કે જેથી તે દર્શાવી શકાય કે તે કોની માલિકીનું છે.
  • પત્રો અથવા બીજા દસ્તાવેજો કે જે સુરક્ષિત રાખવાની જરૂર હોય તેને મહોર કરવા ઓગાળેલી મીણનો ઉપયોગ કરવામાં આવતો હતો.

જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.

  • ઈસુની કબરની સામે પથ્થર પર મહોર મુકવામાં આવી હતી કે જેથી કોઈ પથ્થર ખસેડી શકે નહિ.
  • પાઉલ રૂપકાત્મક રીતે પવિત્ર આત્માને “મહોર” તરીકે ઉલ્લેખે છે જે દર્શાવે છે કે આપણું તારણ સુરક્ષિત છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2368, H2560, H2856, H2857, H2858, H5640, G2696, G4972, G4973