gu_tw/bible/kt/heart.md

4.9 KiB

હ્રદય, હ્રદયો

વ્યાખ્યા:

બાઈબલમાં, “હ્રદય” શબ્દ રૂપકાત્મક રીતે મોટેભાગે વ્યક્તિના વિચારો, લાગણીઓ, અથવા ઈચ્છાને દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

  • “કઠણ હ્રદય” હોવું એ સામાન્ય અભિવ્યક્તિ છે કે જેનો અર્થ જીદ્દીપણે દેવનો ઇનકાર કરવો એવો થાય છે.
  • “મારા પૂરા હ્રદય થી” અથવા “મારા સંપૂર્ણ હ્રદય થી” અભિવ્યક્તિઓનો અર્થ પાછું રાખ્યા સિવાય પૂર્ણ સમર્પણ અને ઈચ્છાથી કંઈક કરવું.
  • “હ્રદયમાં તે લેવું” અભિવ્યક્તિના અર્થ, કોઈ બાબતને ગંભીરતાથી લેવી અને પોતાના જીવનમાં તેને લાગુ કરવું.
  • “ભંગીત હ્રદયવાળું” શબ્દ, વ્યક્તિ કે જે ખૂબ જ નિરાશ છે તેને દર્શાવે છે.

તે વ્યક્તિ ભાવનાત્મક રીતે ઊંડી રીતે ઈજા પામેલું છે.

ભાષાંતરના સૂચનો

  • ઘણી ભાષાઓમાં આ વિચારોને દર્શાવવા અલગ અલગ શરીરના ભાગોને દર્શાવે છે, જેવા કે “પેટ” અથવા “યકૃત.”
  • કદાચ અન્ય ભાષાઓમાં આ કેટલાક ખ્યાલોને વ્યક્ત કરવા એક શબ્દ વાપરે છે અને બીજાઓને વ્યક્ત કરવા માટે અન્ય શબ્દ વાપરે છે.
  • જો “હ્રદય” અથવા અન્ય શરીરના ભાગોને આ પ્રમાણેના અર્થ ના હોય તો કદાચ કેટલીક ભાષાઓમાં આ શબ્દો શાબ્દિક રીતે વ્યક્ત કરવા જરૂરી છે, જેવા કે “વિચારો” અથવા “લાગણીઓ” અથવા “ઈચ્છાઓ.”
  • સંદર્ભ પર આધાર રાખીને, “મારા સંપૂર્ણ હ્રદય થી” અથવા “મારા પૂર્ણ હ્રદયથી” નું ભાષાંતર “મારી પૂરી શક્તિ થી” અથવા “સંપૂર્ણ સમર્પણ સાથે” અથવા “સંપૂર્ણપણે” અથવા “સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે” તરીકે કરી શકાય છે.
  • “તેને હ્રદયમાં લો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને ગંભીરપણે લો” અથવા “તેના વિશે કાળજીપૂર્વક વિચારો” તરીકે કરી શકાય છે.
  • “કઠણ હ્રદયવાળું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જીદ્દીપણે બળવાખોર” અથવા “આજ્ઞા પાડવાનો ઇનકાર” અથવા “સતત દેવની અવજ્ઞા કરવી” તરીકે પણ કરી શકાય છે.
  • “ભંગીતહ્રદયવાળું” શબ્દના ભાષાંતરમાં શબ્દો જેવા કે, “ખૂબજ નિરાશ” અથવા ઊંડા દુઃખની લાગણી થવી” (શબ્દો)નો સમાવેશ કરીને કરી શકાય છે.

(આ પણ જુઓ: કઠણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1079, H2436, H2504, H2910, H3519, H3629, H3820, H3821, H3823, H3824, H3825, H3826, H4578, H5315, H5640, H7130, H7307, H7356, H7907, G674, G1282, G1271, G2133, G2588, G2589, G4641, G4698, G5590