gu_tw/bible/other/interpret.md

3.3 KiB

અર્થ કાઢવો, અર્થઘટન કરે છે, અર્થઘટન કરેલું, અર્થ કાઢવો, અનુવાદ, અર્થઘટનો, અનુવાદક/અર્થ કાઢનાર

સત્યો:

“અર્થ કાઢવો” અને “અર્થઘટન” શબ્દો, કશાકનો અર્થ કે જે સ્પષ્ટ નથી તે સમજવો અને સમજાવવો, તે દર્શાવે છે.

  • મોટેભાગે બાઈબલમાં આ શબ્દોને સ્વપ્નો અથવા દર્શનોના અર્થ સમજાવવાના અનુસંધાનમાં વાપરવામાં આવ્યા છે.
  • જયારે બાબિલના રાજાને કેટલાક ગૂંચવણવાળા સ્વપ્નો આવ્યા, ત્યારે દેવે દાનિયેલને તેઓના અર્થ કાઢવા તથા તેઓના અર્થો સમજાવવા મદદ કરી.
  • સ્વપ્નનો “અર્થ કાઢવો” એનો અર્થ કે સ્વપ્નનો “ખુલાસો” કરવો.
  • જૂના કરારમાં, ક્યારેક દેવે ભવિષ્યમાં શું બનવાનું છે તે વ્યક્ત કરવા સ્વપ્નોનો ઉપયોગ કર્યો છે.

જેથી સ્વપ્નોના અર્થઘટનો ભવિષ્યવાણીઓ હતા.

  • “અર્થ કાઢવો” શબ્દ અન્ય બાબતોના અર્થ કાઢવા પણ દર્શાવવામાં આવ્યા છે, જેવા કે વાતાવરણ કેટલું ગરમ અથવા ઠંડુ છે, તે કેટલું તોફાની છે, અને આકાશ કેવું દેખાય છે.
  • “અર્થ કાઢવો” શબ્દના ભાષાંતરમાં, “શબ્દનો અર્થ બહાર લાવવા” અથવા “સમજાવવું” અથવા “(તે)નો અર્થ આપવો” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “અર્થઘટન” શબ્દનું ભાષાંતર, “સમજૂતી” અથવા “અર્થ” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલ, દાનિયેલ, સ્વપ્ન, પ્રબોધક, દર્શન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H995, H3887, H6591, H6622, H6623, H7667, H7760, H7922, G1252, G1328, G1329, G1381, G1955, G2058, G3177, G4793