gu_tw/bible/other/gold.md

3.4 KiB

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

  • બાઈબલના સમયમાં, ઘણા અન્ય પ્રકારની વસ્તુઓ કે જે સોનામાંથી બનાવવામાં આવતી હતી અથવા સોનાના પાતળા સ્તરથી ઢાંકવામાં આવતી હતી.
  • આ વસ્તુઓમાં કાનની બૂટ્ટી અને બીજા આભૂષણો, અને મૂર્તિઓ, યજ્ઞ વેદીઓ, અને મુલાકત મંડપ અને મંદિરની બીજી વસ્તુઓ, જેવા કે કરારકોશ તરીકે વાપરવામાં આવતી હતી તેનો સમાવેશ છે.
  • જૂના કરારના સમયમાં, સોનું એ ખરીદી અને વેચાણમાં લેવડ દેવડના અર્થમાં વાપરવામાં આવતું હતું

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

  • પાછળથી, સોનું અને અન્ય ધાતુઓ જેવી કે ચાંદી ખરીદી અને વેચાણ માટે સિક્કાઓ બનાવવા વાપરવામાં આવતા હતા.
  • જયારે કોઈક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે જે સખત સોનું નથી, પણ તેને ફક્ત સોનાનું પાતળું પડ હોય છે, ત્યારે “સોનેરી” અથવા “સોનાથી ઢાંકેલું” અથવા “સોનાથી મઢેલું” શબ્દ પણ વાપરી શકાય છે.
  • ક્યારેક વસ્તુને “સોનેરી રંગ” તરીકે વર્ણવામાં આવે છે, જેનો અર્થ તે સોનાને પીળો રંગ હોય છે, પણ તે કદાચ વાસ્તવમાં સોનામાંથી બનાવેલું ન હોય.

(આ પણ જુઓ: વેદી, કરાર કોશ, ખોટો દેવ, ચાંદી, મુલાકાત મંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1220, H1222, H1722, H2091, H2742, H3800, H4062, H5458, H6884, H6885, G5552, G5553, G5554, G5557