gu_tw/bible/other/council.md

3.5 KiB

ન્યાયસભા, ન્યાયસભાઓ

વ્યાખ્યા:

ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.

  • સામાન્ય રીતે ન્યાયસભા સત્તાવાર અને કંઈક ચોક્કસ હેતુ સાથે કાયમી ધોરણે આયોજિત કરેલી હોય છે, જેમકે કાનૂની બાબતો વિશે નિર્ણયો કરવા માટે મળતા હોય છે.
  • યરૂશાલેમમાંની યહૂદી ન્યાયસભા, “સાન્હેદ્રીન” તરીકે પણ જાણીતી હતી, જેમાં 70 સભ્યો હતા, યહૂદી આગેવાનો જેવા કે મુખ્ય યાજકો, વડીલો, લેખકો, ફરોશીઓ અને સાદુકીઓ કે જેઓ યહૂદી કાયદાની બાબતોને નક્કી કરવા નિયમિત મળતા હતા.

તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.

  • ત્યાંના બીજા શહેરોમાં પણ નાની યહૂદી ન્યાયસભાઓ હતી.
  • સુવાર્તાના શિક્ષણ માટે જયારે પાઉલ પ્રેરીતની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેને રોમન ન્યાયસભાની આગળ લાવવામાં આવ્યો હતો.
  • સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાયસભા” શબ્દનું ભાષાંતર, “કાનૂની સભા” અથવા “રાજકીય સભા” તરીકે પણ કરી શકાય છે.
  • “ન્યાયસભામાં” હોવું તેનો અર્થ કઈંક નક્કી કરવા ખાસ સભામાં હોવું.
  • નોંધ કરો કે આ શબ્દ, “સલાહ” શબ્દ કરતાં અલગ છે, જેનો અર્થ, ”જ્ઞાની સલાહ” થાય છે.

(આ પણ જુઓ: સભા, ન્યાયસભા, ફરોશી, કાયદો, યાજક, સાદુકી, શાસ્ત્રી/લેખક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4186, H5475, H7277, G1010, G4824, G4892