gu_tw/bible/kt/scribe.md

2.5 KiB

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

  • શાસ્ત્રીઓ જુના કરારના પુસ્તકોની નકલ કરવા અને સાચવવા જવાબદાર હતા.
  • તેઓએ ઈશ્વરના નિયમ પર ધાર્મિક અભિપ્રાયો અને વિવરણની પણ નકલ, સાચવણી, અને અર્થઘટન પણ કર્યું હતું.
  • એક સમયે, શાસ્ત્રીઓ મહત્વના સરકારી અધિકૃત હતા.
  • બાઈબલ આધારિત મહત્વના શાસ્ત્રીઓમાં બારૂખ અને એઝરાનો સમાવેશ થતો હતો.
  • નવા કરારમાં, “શાસ્ત્રીઓ” શબ્દનો અનુવાદ “નિયમના શિક્ષકો” તરીકે પણ થયો છે.
  • નવા કરારમાં, શાસ્ત્રીઓ સામાન્ય રીતે ધાર્મિક જૂથ “ફરોશી” નામના જૂથના ભાગ હતા, અને બને જૂથનો ઉલ્લેખ વારંવાર સાથે જ કરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: નિયમ, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5608, H5613, H7083, G1122