gu_tw/bible/other/counselor.md

3.1 KiB

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

  • રાજાઓને મહત્વની બાબતો નક્કી કરવા અને મદદ માટે મોટેભાગે સત્તાવાર સલાહઆપનારાઓ અથવા સલાહકારો હોય છે કે જેઓ લોકો પર શાસન કરી તેમને અસર પહોંચાડે છે.
  • ઘણીવાર તેમની સલાહસૂચન અથવા સલાહ સારા હોતા નથી.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

  • સંદર્ભ પર આધાર રાખીને, “સલાહ” અથવા “સલાહસૂચન” શબ્દનું ભાષાંતર, “નિર્ણય લેવામાં મદદ કરવી” અથવા “ચેતવણીઓ” અથવા “બોધ આપવો” અથવા “માર્ગદર્શન” તરીકે પણ કરી શકાય છે.
  • “સલાહસૂચન આપવાના” કાર્યનું ભાષાંતર, “સલાહ આપવી” અથવા “સૂચનો આપવા” અથવા “પ્રોત્સાહન આપવું” એમ કરી શકાય છે.
  • નોંધ રાખો કે “સલાહ” શબ્દ “ન્યાયસભા” શબ્દ કરતાં જુદો છે, જે લોકોનું જૂથ દર્શાવે છે.

(તેને પણ જુઓ: પ્રોત્સાહન આપવું, પવિત્ર આત્મા, જ્ઞાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1697, H1847, H1875, H1884, H1907, H2940, H3245, H3272, H3289, H3982, H4156, H4431, H5475, H5779, H5843, H6440, H6963, H6098, H7592, H8458, G1010, G1011, G1012, G1106, G4823, G4824, G4825