gu_tw/bible/other/assembly.md

4.0 KiB

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

  • સભા એ એક આયોજીત સત્તાવાર જૂથ છે જે કેટલેક અંશે કાયમી હોઈ શકે છે, તે એક એવાં લોકોનું જૂથ કે જે થોડાસમય અને નિશ્ચિત હેતુ અથવા પ્રસંગ માટે ભેગા મળે છે.
  • જૂનાકરારમાં વિશિષ્ટ પ્રકારની સભા હતી જેને “ધાર્મિક સભા” તરીકે ઓળખવામાં આવતી હતી કે જ્યાં ઈઝરાએલના લોકો ભેગા મળી યહોવાની આરાધના કરતા હતા.
  • ક્યારેક આ શબ્દ “સભા” સામાન્ય રીતે ઈઝરાએલી લોકોના જૂથને દર્શાવે છે.
  • દુશ્મન સૈનિકોના મોટા ટોળાને પણ ક્યારેક “સભા” તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

  • નવાકરારના સમયમાં 70 યહૂદી આગેવાનોની એક સભા હતી, જે મોટા શહેરો જેવા કે યરુશાલેમમાં પણ હતી, જે કાયદાને લગતી બાબતોને લઈને ન્યાય કરવા અને લોકો વચ્ચેના વિવાદોને ઠેકાણે પાડવા ભેગા મળતી.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

  • સંદર્ભ પર આધાર રાખીને આ “સભા” શબ્દનું ભાષાંતર “વિશિષ્ટ સંમેલન” અથવા “ભજન માટે એકત્ર થયેલી સભા” અથવા “પરિષદ” અથવા “સૈન્ય” અથવા “મોટું જૂથ” થઈ શકે છે.
  • “સભા” શબ્દનો ઉપયોગ મોટે ભાગે સમગ્ર ઈઝરાએલી લોકોને એક જૂથ તરીકે ઓળખવામાં થાય છે, તેનું ભાષાંતર “જનસમૂહ” અથવા “ઈઝરાએલના લોકો” થઈ શકે છે.
  • “સમગ્ર સભા” શબ્દનું ભાષાંતર “સમગ્ર લોકો” અથવા “ઈઝરાએલીઓનું આખું જૂથ” અથવા “દરેક જણ” થઈ શકે છે.

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: પરિષદ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H622, H627, H1413, H1481, H2199, H3259, H4150, H4186, H4744, H5475, H5712, H5789, H6116, H6633, H6908, H6950, H6951, H6952, H7284, G1577, G1997, G3831, G4863, G4864, G4871, G4905