gu_tw/bible/names/tirzah.md

2.1 KiB

તિર્સાહ

તથ્યો:

તિર્સાહ એક મહત્વનું કનાની શહેર હતું, જે ઈસ્રાએલીઓ દ્વારા જીતી લેવામાં આવ્યું હતું. તે મનાશ્શેહના વંશજ ગિલયાદની દીકરીનું નામ પણ હતું.

  • તિર્સાહ શહેર મનાશ્શેહના કુળના કબજા હેઠળના પ્રદેશમાં હતું.

એવું માનવામાં આવે છે કે તે શખેમ શહેરની ઉત્તરથી આશરે 10 માઇલ દૂર હતું.

  • વર્ષો પછી, ઇઝરાયલના ચાર રાજાઓના શાસનકાળ દરમિયાન, તિર્સાહ ઇઝરાયલના ઉત્તરના રાજ્યનું કામચલાઉ શહેર બન્યું.
  • મનાશ્શેહની પૌત્રીઓ પૈકી એકનું નામ પણ તિર્સાહ હતું.

તેઓ તેમના પિતાના અવસાન બાદ જમીનનો એક ભાગ આપવાનું કહેવામાં આવ્યું હતું અને સામાન્ય રીતે તે રિવાજ પ્રમાણે તેના કોઈ વારસ ન હતો.

(અનુવાદના સૂચનો: [નામ કેવી રીતે ભાષાંતર કરવું)

(આ પણ જુઓ: કનાન, વારસો, ઈસ્રાએલનું રાજ્ય, મનાશ્શેહ, શખેમ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H8656