gu_tw/bible/names/tarshish.md

2.2 KiB

તાર્શીશ

તથ્યો:

જૂનાકરારમાં તાર્શીશ બે માણસોનું નામ હતું તે એક શહેરનું નામ પણ હતું.

  • યાફેથના પૌત્રો પૈકી એકનું નામ તાર્શીશ હતું.
  • તાર્શીશ એ રાજા અહાશ્વેરોશના જ્ઞાની માણસોમાંના એકનું નામ પણ હતું.
  • તાર્શીશ શહેર અત્યંત સમૃદ્ધ બંદરવાળું શહેર હતું, જેના જહાજો મૂલ્યવાન ચીજવસ્તુઓ ખરીદવા, વેચવા અથવા વેપાર કરવા માટે લઇ જતાં.
  • આ શહેર તૂર સાથે સંકળાયેલું હતું અને તે એક ફિનિશિયન શહેર હતું જે ઇઝરાયેલથી થોડું દૂર, કદાચ સ્પેનના દક્ષિણ કિનારે હતું.
  • જૂના કરારનો યૂના પ્રબોધક , નિનવેહને ઉપદેશ આપવા માટે દેવની આજ્ઞા પાળવાને બદલે તાર્શીશ શહેર જનારા વહાણમાં બેઠો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જુઓ: એસ્તેર, યફતા, યૂના, નિનવેહ, ફિનિકિયા, જ્ઞાની માણસો)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H8659