gu_tw/bible/names/phonecia.md

2.6 KiB

ફિનીકિયા

તથ્યો:

પ્રાચીન સમયમાં, ફિનીકિયા ઇઝરાયલની ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે કનાનમાં સ્થિત એક સમૃદ્ધ દેશ હતો.

  • વર્તમાન સમયના લેબેનોન દેશના પશ્ચિમના પ્રદેશનો એક વિસ્તાર ફિનીકિયાના કબજામાં હતો.
  • નવા કરારના સમયમાં, ફિનીકિયાની રાજધાની તૂર હતી.

ફિનીકિયાનું બીજું મહત્ત્વનું શહેર સિદોન હતું.

  • ફિનીકિયાના લોકો તેમના દેશના પુષ્કળ દેવદાર વૃક્ષોનો ઉપયોગ લક્કડકામમાં કરવાની કુશળતા માટે, કિંમતી જાંબુડા રંગનું તેમનું ઉત્પાદન તથા સમુદ્રમાં તેઓની મુસાફરી અને વેપાર માટે જાણીતા હતા.

તેઓ અતિ કુશળ એવા વહાણો બાંધનારા લોકો પણ હતા.

  • સૌથી જૂના મૂળાક્ષરોમાંના એકની રચના ફિનીકિયાના લોકોએ કરી હતી.

વેપારના કારણે તેમના ઘણી લોકજાતિઓ સાથેના સંપર્કને કારણે તેમના મૂળાક્ષરો બહોળા પ્રમાણમાં વપરાતા હતા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: દેવદાર, જાંબુડી, સિદોન, તૂર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3667, G4949, G5403