gu_tw/bible/names/tyre.md

2.7 KiB

તૂર, તૂરના લોકો

તથ્યો:

તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે. તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.

  • શહેરનો ભાગ સમુદ્રમાં એક ટાપુ પર મુખ્ય જમીનથી આશરે એક કિલોમીટર દૂર આવેલો હતો,
  • તેના સ્થાન અને તેના દેવદાર વૃક્ષોના મૂલ્યવાન કુદરતી સંસાધનોને કારણે, તૂરનો સમૃદ્ધ વેપાર ઉદ્યોગ હતો અને તે ખૂબ ધનવાન હતું.

તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.

  • વર્ષો પછી, હીરામે મંદિર બનાવવા માટે રાજા સુલેમાને લાકડું અને કુશળ કામદારોને પણ મોકલ્યા.

સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.

  • તૂર ઘણી વખત નજીકના પ્રાચીન શહેર સિદોન સાથે સંકળાયેલ હતું.

કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

આ પણ જુઓ: કનાન, દેવદાર, ઇસ્રાએલ, સમુદ્ર, ફેનીકિયા, સીદોન

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H6865, H6876, G5183, G5184