gu_tw/bible/names/mediterranean.md

2.4 KiB

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

  • ભૂમધ્ય સમુદ્રની હદ આ પ્રમાણે હતી:

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

  • પ્રાચીન સમયમાં આ સમુદ્ર વ્યાપાર અને યાત્રા માટે ખૂબ જ અગત્યનો હતો કારણકે તે ઘણાં દેશોની સરહદને સ્પર્શતો હતો.

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

  • મહા સમુદ્ર ઇઝરાયલની પશ્ચિમે આવેલો હતો તે કારણે ઘણી વાર તેનો ઉલ્લેખ “પશ્ચિમના સમુદ્ર” તરીકે કરવામાં આવતો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: ઇઝરાયલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H314, H1419, H3220