gu_tw/bible/other/prosper.md

4.1 KiB

સમૃદ્ધ થવું, સમૃદ્ધ થયું, સમૃદ્ધ થતું, સમૃદ્ધિ, સમૃદ્ધ

વ્યાખ્યા:

“સમૃદ્ધ થવું” શબ્દ સામાન્ય રીતે સારી રીતે જીવવાનો ઉલ્લેખ કરે છે અને શારીરિક કે આત્મિક રીતે સમૃદ્ધ થવાનો ઉલ્લેખ પણ કરી શકે છે. જ્યારે લોકો કે દેશ “સમૃદ્ધ” છે તો તેનો અર્થ એ થાય છે કે તેઓ ધનવાન છે અને સફળ થવા માટે જે કંઇ જરૂરી છે તે તેમની પાસે છે. તેઓ “સમૃદ્ધિ” પામી રહ્યા છે.

  • “સમૃદ્ધ” શબ્દ ઘણીવાર પૈસા કે સંપત્તિ કમાવામાં સફળતા કે લોકો માટે સારી રીતે જીવવા જરૂરી બધી બાબતોને ઉત્પન્ન કરવી તેનો ઉલ્લેખ કરે છે..
  • બાઇબલમાં, “સમૃદ્ધ” શબ્દ સારી તંદુરસ્તી અને બાળકોરૂપી આશીર્વાદ હોવાનો સમાવેશ પણ કરે છે.
  • “સમૃદ્ધ” શહેર કે દેશ એ છે કે જેમાં ઘણા લોકો છે, ખોરાકનું સારું ઉત્પાદન છે અને પુષ્કળ પૈસા લાવતા વેપારધંધાઓ છે.
  • બાઇબલ શીખવે છે કે જ્યારે વ્યક્તિ ઈશ્વરનું શિક્ષણ પાળે છે ત્યારે તે આત્મિક રીતે સમૃદ્ધ થશે.

તે આનંદ અને શાંતિના આશીર્વાદો પણ મેળવશે. ઈશ્વર લોકોને હંમેશાં પુષ્કળ ભૌતિક સંપત્તિ આપતા નથી પણ જ્યારે તેઓ ઈશ્વરના માર્ગો અનુસરે છે ત્યારે તેઓ હંમેશાં તેમને આત્મિક રીતે સમૃદ્ધ કરશે.

  • સંદર્ભ અનુસાર, “સમૃદ્ધ થવું” શબ્દનો અનુવાદ “આત્મિક રીતે સફળ થવું” અથવા તો “ઈશ્વર દ્વારા આશીર્વાદિત થવું” અથવા તો “સારી બાબતોનો અનુભવ કરવો” અથવા તો “સારી રીતે જીવવું” તરીકે પણ કરી શકાય.
  • “સમૃદ્ધ” શબ્દનો અનુવાદ “સફળ” અથવા તો “ધનવાન” અથવા તો “આત્મિક રીતે ફળવંત” તરીકે પણ કરી શકાય.
  • “સમૃદ્ધિ” નો અનુવાદ “કલ્યાણ” અથવા તો “સંપત્તિ” થવા તો “સફળતા” અથવા તો “ભરપૂર આશીર્વાદ” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: આશીર્વાદ આપવો, ફળ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1129, H1767, H1878, H1879, H2428, H2896, H2898, H3027, H3190, H3444, H3498, H3787, H4195, H5381, H6500, H6509, H6555, H6743, H6744, H7230, H7487, H7919, H7951, H7961, H7963, H7965, G2137