gu_tw/bible/other/peoplegroup.md

8.3 KiB

લોકજાતિ, લોકો, લોક, તે લોકો

વ્યાખ્યા:

“લોકો” અને “લોકજાતિ” શબ્દો એવા લોકોના જૂથનો ઉલ્લેખ કરે છે કે જેઓની ભાષા અને સંકૃતિ એકસમાન છે. “તે લોકો” શબ્દસમૂહ કોઈ ખાસ જગામાં કે ખાસ પ્રસંગે એકઠા થયેલા લોકોનો ઉલ્લેખ કરે છે.

  • જ્યારે ઈશ્વરે પોતાને માટે “લોકો” અલગ કર્યા ત્યારે, તેનો અર્થ થાય છે કે તેઓએ ખાસ લોકોને પસંદ કર્યા કે તે લોકો ઈશ્વરના થાય અને તેમની સેવા કરે.
  • બાઇબલના સમયોમાં, લોકજાતિના સભ્યોના એકસમાન પૂર્વજો હતા અને તેઓ ખાસ દેશમાં કે પ્રદેશમાં રહેતા હતા.
  • સંદર્ભ અનુસાર, “તમારા લોકો” એ શબ્દસમૂહનો અર્થ “તમારી લોકજાતિ” અથવા તો “તમારું કુટુંબ” અથવા તો “તમારાં સગાં” થઈ શકે.
  • “લોકો” શબ્દ ઘણીવાર પૃથ્વી પરની તમામ લોકજાતિઓનો ઉલ્લેખ કરવા વપરાય છે.

કેટલીક વાર તે ખાસ એવા લોકો જેઓ ઇઝરાયલીઓ નથી અને જેઓ યહોવાની સેવા કરતા નથી એવા લોકોનો ઉલ્લેખ કરે છે. કેટલાક અંગ્રેજી બાઇબલ અનુવાદોમાં “દેશો” શબ્દનો ઉપયોગ આ રીતે થયો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “લોકજાતિ” શબ્દનો અનુવાદ કોઈ શબ્દ અથવા તો શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “મોટું કૌટુંબિક જૂથ” અથવા તો “કુળ” અથવા તો “વંશીય જૂથ” થતો હોય.
  • “મારા લોકો” એવા શબ્દસમૂહનો અર્થ સંદર્ભ અનુસાર, “મારા સગાં” અથવા તો “મારા સાથી ઇઝરાયલીઓ” અથવા તો “મારૂ કુટુંબ” અથવા તો “મારી લોકજાતિ” તરીકે કરી શકાય.
  • “તમને લોકજાતિઓ મધ્યે વિખેરી નાખવા” એ અભિવ્યક્તિનો અર્થ “તમે જઈને ઘણી વિભિન્ન લોકજાતિઓ મધ્યે રહો તેવું કરવું” અથવા તો “તમને એકબીજાથી અલગ કરવા અને તમે જઈને દુનિયાના ઘણા વિભિન્ન પ્રદેશોમાં રહો તેવું કરવું” તરીકે પણ કરી શકાય.
  • “લોકો” અથવા તો “લોક” નો અનુવાદ સંદર્ભ અનુસાર “દુનિયામાંના લોકો” અથવા તો “લોકજાતિઓ” તરીકે પણ કરી શકાય.
  • “ના લોકો” શબ્દસમૂહનો અનુવાદ “માં રહતા લોકો” અથવા તો “ના વંશના લોકો’ અથવા તો “નું કુટુંબ” તરીકે કરી શકાય. તેનો આધાર એ હશે કે તેની અગાઉ વ્યક્તિનું નામ આવે છે કે પછી એક જગાનું નામ આવે છે.
  • “પૃથ્વી પરના બધા જ લોકો” નો અનુવાદ “પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિ” અથવા તો “દુનિયાની દરેક વ્યક્તિ” અથવા તો “બધા જ લોકો” તરીકે કરી શકાય.
  • “લોકો” શબ્દસમૂહનો અનુવાદ “લોકોનું એક જૂથ” અથવા તો “ખાસ લોકો” અથવા તો “લોકોનો એક સમુદાય” અથવા તો “લોકોનું કુટુંબ” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: વંશજ, દેશ, કુળ, દુનિયા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 14:2 ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું કે તેમના વંશજોને તેઓ વચનનો દેશ આપશે, પણ હમણાં તો ત્યાં લોકજાતિઓ રહેતી હતી. ત્યાર બાદ જે થયું તે એ હતું કે
  • 21:2 ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું કે તેના દ્વારા દુનિયાની બધી જ લોકજાતિઓ આશીર્વાદ પામશે. આ આશીર્વાદ એ હશે કે ભવિષ્યમાં મસીહા આવશે અને દુનિયાની બધી જ લોકજાતિઓમાંના લોકો માટે ઉદ્ધારનો માર્ગ પૂરો પાડશે.
  • 42:8 “શાસ્ત્રવચનમાં તે પણ લખેલું હતું કે મારા શિષ્યો એવું ઘોષિત કરશે કે તેઓના પાપની માફી પામવા દરેકે પશ્ચાતાપ કરવો જોઈએ.

તેઓ તે કરવાની શરૂઆત યરૂશાલેમથી કરશે અને પછી દરેક જગ્યાએ દરેક લોકજાતિમાં જઈને તેવું ઘોષિત કરશે.”

  • 42:10 “માટે, જાઓ, ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપવા દ્વારા અને મેં જે આજ્ઞાઓ આપી છે તેઓને પાળવાનું શીખવવા દ્વારા બધી જ લોકજાતિઓમાંથી શિષ્યો બનાવો”.
  • 48:11 આ નવા કરારને કારણે, ઈસુમાં વિશ્વાસ કરવા દ્વારા કોઈપણ લોકજાતિમાંની કોઈપણ વ્યક્તિ ઈશ્વરના લોકોનો ભાગ બની શકે છે.
  • 50:3 તેઓએ (ઈસુએ) કહ્યું કે, “જાઓ અને બધી જ લોકજાતિઓમાંથી શિષ્યો બનાવો!” અને “ખેતરો કાપણી માટે પાકી ચૂક્યા છે!”

શબ્દ માહિતી:

  • Strong's: H249, H523, H524, H776, H1121, H1471, H3816, H5712, H5971, H5972, H6153, G246, G1074, G1085, G1218, G1484, G2560, G2992, G3793