gu_tw/bible/other/purple.md

3.1 KiB

જાંબુડી

તથ્યો:

“જાંબુડી” શબ્દ એક રંગનું નામ છે જે લાલ અને ભૂરા રંગનું મિશ્રણ છે.

  • પ્રાચીન સમયોમાં, જાંબુડી રંગ રંગવાના ઉપયોગ માટે દુર્લભ અને ખૂબજ મૂલ્યવાન રંગ હતો કે જેનો ઉપયોગ રાજાઓ અને ઉચ્ચ અધિકારીઓના વસ્ત્રો રંગવા કરવામાં આવતો હતો.
  • આ રંગ તૈયાર કરવાનું ખર્ચાળ હતું અને તેમાં ખૂબ જ સમય લાગતો હતો તેથી જાંબુડી વસ્ત્રોને સંપત્તિ, વિશિષ્ટતા તથા રાજવૈભવની નિશાની ગણવામાં આવતા હતા.
  • જાંબુડી રંગ મુલાકાતમંડપ અને ભક્તિસ્થાનના પડદાઓમાં તથા યાજકો દ્વારા પહેરવામાં આવતા એફોદમાં વપરાતા રંગોમાંનો એક રંગ પણ હતો.
  • જાંબુડી રંગ એક પ્રકારની સમુદ્રી ગોકળગાયમાંથી કાઢવામાં આવતો હતો. તે ગોકળગાયને છૂંદીને અથવા તો ઉકાળીને અથવા તો જ્યારે તે જીવતી હોય ત્યારે તે રંગ કાઢે તે રીતે મેળવવામાં આવતો હતો.

આ એક ખર્ચાળ પ્રક્રિયા હતી.

  • રોમન સિપાઈઓએ ઈસુને વધસ્થંભે જડ્યા અગાઉ ઈસુના યહૂદીઓના રાજા હોવાના દાવાની મજાક ઉડાવવા તેમને જાંબુડી રાજવી ઝભ્ભો પહેરાવ્યો હતો.
  • ફિલિપી નગરની લુદિયા જાંબુડી રંગના વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવનાર સ્ત્રી હતી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ જૂઓ: એફોદ, ફિલિપી, રાજવી, મુલાકાત મંડપ, ભક્તિસ્થાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H710, H711, H713, G4209, G4210, G4211