gu_tw/bible/kt/ephod.md

2.3 KiB

એફોદ

વ્યાખ્યા:

એફોદ એ કપડા જેવું આવરણ જે ઈઝરાએલી યાજકો દ્વારા પહેરવામાં આવતું હતું. તેને આગળ અને પાછળ એમ બે ભાગ હતા, કે જે ખભા પર એકસાથે જોડાયેલું હતું અને કમરની આજુબાજુ કપડાના પટ્ટાથી બાંધેલું હતું.

  • એફોદ એક પ્રકારના સાદા કપડાં વડે બનાવેલું હતું, અને સામાન્ય યાજકો દ્વારા પહેરવામાં આવતું હતું.
  • જે એફોદ મુખ્ય યાજક દ્વારા પહેરવામાં આવતું હતું તે ખાસ કરીને સોનેરી, ભૂરો, જાંબુડિયા અને લાલ સુતરથી ગૂંથેલું હતું.
  • એફોદની આગળ મુખ્ય યાજકના બખ્તરને (છાતીપત્રને) જોડવામાં આવતું હતું. મુખ્ય યાજકના બખ્તરની પાછળ ઉરીમ અને તુમ્મીમ સંગ્રહિત કરેલા હતા કે જે પત્થરો ચોક્કસ બાબતોમાં ઈશ્વરની ઈચ્છા પૂછવા માટે વાપરવામાં આવતા હતા.
  • ન્યાયાધીશ ગિદિયોને મૂર્ખ રીતે સોનામાંથી એફોદ બનાવ્યો અને તેથી એવું બન્યું કે ઈઝરાએલીઓએ તેની એક મૂર્તિ તરીકે પૂજા કરી.

(આ પણ જુઓ: યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H641, H642, H646