gu_tw/bible/names/jonah.md

2.3 KiB

યૂના

વ્યાખ્યા:

યૂના એ જૂના કરારમાંનો હિબ્રૂ પ્રબોધક હતો.

  • યૂનાના પુસ્તકની વાર્તા જણાવે છે કે જયારે દેવે યૂનાને નિનવેહના લોકોને બોધ કરવા માટે મોકલ્યો ત્યારે શું થયું.
  • યૂનાએ નિનવેહ જવાનો ઇનકાર કર્યો અને તેને બદલે તાર્શીશ માટે જવાના વહાણમાં ચઢી બેઠો.
  • દેવે તે વહાણને રોકવા માટે મોટું તોફાન ઉત્પન્ન કર્યું .
  • તેણે વહાણ હંકારનારા માણસોને કહ્યું કે તે દેવથી દૂર નાસી જઈ રહ્યો હતો, અને તેણે સૂચન કર્યું કે તેઓ તેને સમુદ્રમાં ફેંકી દે.

જયારે તેઓએ તેમ કર્યું ત્યારે તોફાન બંધ થયું.

  • યૂનાને એક મોટી માછલી ગળી ગઈ હતી, અને તે ત્રણ દિવસ અને ત્રણ રાત તે માછલીના પેટમાં રહ્યો હતો.
  • તે પછી, યૂના નિનવેહ ગયો અને ત્યાંના લોકોને બોધ કર્યો, અને તેઓ તેમના પાપોથી ફર્યા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અનાદર, નિનવેહ, ફરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3124, G2495