gu_tw/bible/other/disobey.md

4.3 KiB

આજ્ઞાભંગ, આજ્ઞાભંગ કરે છે, આજ્ઞાપાલન ન કરેલ, આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “અવગણના” કરનારું હોય છે.

  • વ્યક્તિને જે કઈંક ના કરવાનું કહેવામાં આવ્યું છે તે કરે છે ત્યારે તે આજ્ઞાની અવજ્ઞા છે.
  • આજ્ઞાભંગનો અર્થ, જે કઈંક કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેનો ઇન્કાર કરવો.
  • “અવગણના” શબ્દ, કોઈક કે જેને આજ્ઞાભંગ અથવા બળવો કરવાની ટેવ હોય છે, તેના ચરિત્રના વર્ણન માટે પણ વાપરવામાં આવ્યો છે.

તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

  • “આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, “આજ્ઞા ન પાળવાનું કાર્ય” અથવા” દેવની ઈચ્છા વિરુદ્ધનું વર્તન.”
  • “અવગણના કરનારા લોકો” (શબ્દસમૂહનું) ભાષાંતર, “લોકો કે જેઓ અવગણના કરવાનું ચાલુ રાખે છે” અથવા “લોકો કે જેઓ દેવે જે આદેશો આપ્યા છે તે કરતા નથી” એવું (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 2:11 દેવે માણસને કહ્યું તે તારી પત્નીનું સાભળ્યું અને મારો અનાદર કર્યો.
  • 13:7 દેવે વચન આપ્યું કે, જો લોકો આ નિયમોનું પાલન કરશે તો તે તેઓને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે. જો તેઓ તેમનો અનાદર કરશે, તો દેવ તેઓને શિક્ષા કરશે.
  • 16:2 ઈઝરાએલીઓએ અવજ્ઞા કરવાનું ચાલુ રાખ્યું તેથી ઈશ્વરે તેમના દુશ્મનો તેમને (ઈઝરાએલીઓને) હરાવીને સજા કરી.
  • 35:12 “મોટા દીકરાએ તેના પિતાને કહ્યું, ‘આ બધાંજ વર્ષોમાં મેં વિશ્વાસુપણે તમારા માટે કામ કર્યું છે. મેં કદી તમારો અનાદર કર્યો નથી, છતાંપણ તમે મને એક બકરીનું બચ્ચું સુધ્ધા આપી નથી, જેથી હું મારા મિત્રો સાથે ઉજવણી કરી શકું.

શબ્દ માહિતી:

  • Strong's: H4784, H5674, G506, G543, G544, G545, G3847, G3876